National

અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી: CRPFના જવાનો તૈનાત કરાયા

અયોધ્યા: (Ayodhya) રામનગરી અયોધ્યામાં બોમ બ્લાસ્ટ (Bomb Blast) ધમકીને લઈને યૂપી પોલીસ (UP Police) દ્વારા હાઈ એલર્ટ (High Alert) જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે અજાણ્યા વ્યક્તિએ ડાયલ-112 પર ફોન કરીને અયાધ્યાને બમથી ઉડાવી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો હોવાની માહિતી મળી છે પરંતુ આ માહિતી અંગે હજી કોઈ નક્કર સબૂત મળી આવ્યાં નથી. ગુરુવારે એસએસપી શૈલેષ પાંડેના નેતૃત્વમાં એટીએસ સહિત પોલીસ દળે રામજન્મભૂમિ સહિત સમગ્ર અયોધ્યાનો રાઉન્ડ લઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

ધમકીને પગલે રામજન્મભૂમિની સુરક્ષા અર્થે લગાડાયેલા સુરક્ષાકર્મીઓને સાવધાન રહેવા અંગે સૂચન આપવામાં આવી છે. એટીએસની ટીમે રામકોટના હનુમાનગઢી સહિતના વિસ્તારમાં જઈને લોકોને તેઓની સુરક્ષાની ખાતરી આપી હતી. ક્ષેત્ર અધિકારી આરકે ચતુર્વેદીએ કહ્યું હતું કે, ધમકીના કારણે અયોધ્યાની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. મંદિરના પ્રવેશ માર્ગો ઉપર તકેદારી વધારી દેવામાં આવી છે. લોકોને તોઓનાં આઈડી પ્રૂફ જોઈને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં બ્લૈક કૈટ કમાન્ડોની ટુકડીઓ ગોઠવી દેવાઈ છે. પોલીસના અધિકારીઓએ મોટી સંખ્યામાં પોલીસબળની યલો ઝોનમાં માર્ચ કરી છે. ક્ષેત્રાધિકારી અયોધ્યાના નેતૃત્વમાં સંપૂર્ણ યલો ઝોન પર એટીએસની ટીમે નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર શહેરમાં સીઆરપીએફ અને એટીએસની ટુકડીઓને ગોઠવી દેવામાં આવી છે. રામનગરીના મુખ્ય સ્થળો પર CRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તમામ મંદિર, હોટલ, ધર્મશાળાઓની સુરક્ષા વઘારી દેવામાં આવી છે.

અયોધ્યાની સામાન્ય પ્રજાને દરખાસ્ત કરવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ વિશે માહિતી મળતાં પોલીસને જાણ કરવામાં આવે. અયોધ્યામાં 3 ડિસેમ્બરથી રામ વિવાહ ઉત્સવનાં સંજોગોમાં ભારે ભીડ થવાની શક્યતાને લઈને પોલીસ દ્વારા તકેદારી વધારી દેવામાં આવી છે. અગાઉના મહિનામાં પણ યૂપી પોલીસને આતંકવાદી તરફથી ધમકી મળી હતી. લશ્કર-એ-તૈયબાના નામથી મળેલા ધમકીભર્યા પત્રમાં લખનઉ, અયોધ્યા, કાનપુર, વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી.

Most Popular

To Top