National

દિલ્હી કેપિટલ્સને મોટો ઝાટકો લાગ્યો, અક્ષર પટેલનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ

આઈપીએલ 2021 શરૂ થવાને હજુ થોડા જ દિવસો બાકી છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સ માટે ખરાબ સમાચાર મળ્યા છે. તેના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ટીમ માટે આ મોટો આંચકો છે.

દિલ્હી કેપિટલ્સના ફ્રેન્ચાઇઝી સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે અક્ષર કોવિડ -19 તપાસમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે તેઓએ તેને સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે. દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ મેચ 10 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઇમાં રમશે. ટીમનો બેટ્સમેન અને સુકાની શ્રેયસ એય્યર ઈજાના કારણે હાલની સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
27 વર્ષીય અક્ષર પટેલે આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 97 મેચોમાં તેની સ્પિન બોલિંગથી 80 વિકેટ ઝડપી છે અને 913 રન બનાવ્યા છે.

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટી -20 લીગ આ વખતે ભારતના છ શહેરોમાં રમાશે. હાલની સીઝનનો પ્રારંભ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે 9 એપ્રિલે ચેન્નઇમાં મેચ સાથે થશે. દરમિયાનમાં કોરોના કેસ પણ સામે આવી રહ્યા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ સ્ટાફમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

આ સ્ટેડિયમમાં 10 આઈપીએલ મેચ રમાવાની છે. અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે, વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યોની કોવિડ -19 ની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 3 નો રિપોર્ટ 26 માર્ચે આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top