National

ગેંગ રેપના આરોપી સપા નેતાની સંપતિ બુલડોઝ થતા અવધેશ પ્રસાદે કહ્યું- ‘ખબર નઈ શું દુશ્મની છે..’

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં આજે શનિવારે જિલ્લા પ્રશાસને શનિવારે 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર આરોપી મોઈદ ખાનની બેકરી (Moid Khan) તોડી પાડી હતી. અસલમાં મોઇદ ખાન સપાના નેતા છે તેમજ તેમણે પોતાની બેકરીમાં કામ કરતા રાજુ નામના ઇસમ સાથે મળીને 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ (Rap) આચર્યું હતું. ત્યાર બાદ યુપીની યોગી સરકારે મોઇદ ખાન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મોઇદની ગેરકાયદેસર બેકરી પણ તોડી પાડી હતી. ત્યારે સમગ્ર મામલે અયોધ્યાના નવા ચૂંટાયેલા સપા સાંસદ અવધેશ પ્રસાદે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

ઘટનાની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોઇદ ખાનની બેકરીને તોડી પાડવામાં આવી છે કારણ કે તેની બેકરી તળાવની ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. ત્યારે મોઇદ ખાનના બુલડોઝિંગના સમાચાર બાદ અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ‘મને ખબર નથી કે તેઓ (ભાજપ)ને મુસ્લિમો અને યાદવો સાથે શું દુશ્મનાવટ છે, હું કશું કહી શકતો નથી.’

‘મુખ્યમંત્રીની બહુ જૂની વિચારધારા છે’- અવધેશ
એક સગીર બાળકી સાથે ગેંગરેપના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાનની સંપત્તિ પર બુલડોઝ એક્શન થતા અવધેશ પ્રસાદે પ્રતિક્રિયા આપી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે, ‘આ માનનીય મુખ્યમંત્રીની બહુ જૂની વિચારધારા છે. ખબર નઇ તેમને મુસલમાનો અને યાદવો સાથે કેવા પ્રકારની દુશ્મની છે, તે કહી શકાતું નથી. સમાજવાદી પાર્ટી ક્યારેય દોષિતો કે અન્યાયીઓની સાથે રહી શકે નહીં. સમાજવાદી પાર્ટીએ હંમેશા અન્યાય સામે લડત આપી છે. ભાજપે આવી દર્દનાક ઘટના પર રાજકારણ ન કરવું જોઈએ.’

‘આ ઘટના ખૂબ જ દુઃખદ અને શરમજનક છે’- અવધેશ
સપાના સાંસદ અવધેશ પ્રસાદે વધુમાં કહ્યું હતું કે, ‘આ ઘટના ખૂબ જ દુ:ખદ અને શરમજનક છે. આ ઘટના સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ થવી જોઈએ, તેમજ સત્ય પણ બહાર આવવું જ જોઈએ. આ સાથે જ અવધેશે કહ્યું હતું કે ઘટનામાં જે પણ દોષિત છે તેમન સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ પોલીસે પણ કોઈપણ દબાણ વગર કાર્યવાહી કરવી જોઈએ. સમાજવાદી પાર્ટી પીડિતાની સાથે છે. પરંતુ અફસોસની વાત એ છે કે ભાજપ આ સંવેદનશીલ ઘટના ઉપર પણ રાજનીતિ કરી રહ્યું છે. હું આવા લોકોને વિનંતી કરું છું કે આ રાજકારણની ક્ષણ નથી, આ કરુણાની ક્ષણ છે. જે પણ દોષિત છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

સીએમ યોગી રેપ પીડિતાની માતાને મળ્યા હતા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે બળાત્કાર પીડિતાની માતા મુખ્યમંત્રીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળી હતી. યોગીને મળ્યા બાદ પીડિતાની માતાએ મીડિયાને કહ્યું હતું કે, તેમણે તેમની પુત્રી પર અત્યાચાર કરનારાઓને ફાંસીની સજાની માંગણી કરી છે, જેના પર મુખ્યમંત્રીએ પણ ખાતરી આપી છે કે કિશોરીને કોઇપણ કિંમતે ન્યાય અપાવવામાં આવશે. કિશોરીની માતાએ કહ્યું હતું કે મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આરોપી મોઇદ ખાનની મિલકતોની તપાસ કરવામાં આવશે અને ગેરકાયદેસર મિલકતોને બુલડોઝ કરવામાં આવશે.’

Most Popular

To Top