Sports

લાઈવ કોમેન્ટ્રી દરમ્યાન રિકી પોટિંગની તબિયત લથડી : કરાયા હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ (Australia Cricket) રમત જગત માટે બુરા સમાચાર સામે આવ્યા છે. ભૂતપૂર્વ (Former) ઓસ્ટ્રેલિયન કપ્તાન (captain) રિકી પોન્ટિંગની (Ricky Ponting) અચાનક તબિયત (Health) લથડી જતા તેને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે. તેઓ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટઇંડીઝ ટેસ્ટ મેચ શ્રુંખલામાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા, દરમ્યાન આ હદસો થયો હતો. આ સમાચાર જોત જોતામાં પ્રસરી જતા તેમના ફેન પણ દુઃખી થયા છે. આ સમાચાર સોશિઅલ મીડિયા ઉપર પણ વાયરલ થઇ હતી. દિગ્ગજ કપ્તાન અને ખેલાડીના સાનિધ્ય અને રણનીતિમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટિમ તેમની રમતમાં ખુબ સારું પરફોર્મ કર્યું હતું.

  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટઇંડીઝ ટેસ્ટ મેચ શ્રુંખલામાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા
  • મેચના ત્રીજા દિવસે તેમની તબિયત એકાએક લથડી હતી
  • તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે

મેચના ત્રીજા દિવસે તેમની તબિયત એકાએક લથડી હતી
આપને જણાવી દઈએ કે હાલમાં વેસ્ટઈન્ડિસ્ટની ટિમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ઉપર છે. બને ટિમો વચ્ચે બે ટેસ્ટમેચની સિરીઝ રમાઈ રહી છે. પહેલી મેચ 30 નવેમ્બરના રોજ પર્થમાં રમાઈ રહી છે. આજ મેચમાં રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. આ ઘટના મૅચના ત્રીજા દિવસે એટલે કે 2 ડિસેમ્બરના રોજ બની હતી. અને આજ મહિને 19 ડિસેમ્બરે તેમનો જન્મ દિન છે જયારે તેઓ 48 વર્ષના થઇ જશે.

લંચ સમય બાદ ત્રીજા સેસન્સમાં તેઓ કોમેન્ટ્રી કરી રહ્યા હતા
મેચ દરમ્યાન રિકી પોન્ટિંગની તબિયત અચાનક ખરાબ થઇ જતા કોમેન્ટ્રી બોક્ષમાં પણ સોપો પડી ગયો હતો. એક અહેવાલ મુજબ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અને ત્યારબાદ તેમને તુરંત જ પર્થની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટેસ્ટ મેચના ત્રીજા દિવસના લંચના સમય બાદ રિકી પોન્ટિંગ ત્રીજા સેસન્સમાં કોમેન્ટ્રીમાં આવી શક્યા ન હતા.આ દરમિયાન તેણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી અને થોડી બેચેની અનુભવી રહ્યા હતા. અને ત્યારબાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે મળતી જાણકારી મુજબ હાલ ભૂતપૂર્વ ચેમ્પિયન અને કોમેન્ટેટર પોન્ટિંગની હાલત સ્થિર છે.

સ્પોર્ટ્સ ચેનલ માટે તેઓ કોમેન્ટ્રી કરી રહ્યા હતા
સ્પોર્ટ્સ ચેનલ માટે તેઓ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. આ અંગે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન પોન્ટિંગની હેલ્થ અપડેટ આપતાં ચેનલના પ્રવક્તાએ કહ્યું કે, “પોન્ટિંગની હાલત હજુ સારી નથી અને તે આજે 2 નવેમ્બર દરમયાન તેમના સિડ્યુલ મુજબની કોમેન્ટ્રી કરી શકશે નહીં.” જો કે તે કહેવું પણ મુશ્કેલ છે કે તે શનિવારે 3 ડિસેમ્બરે પણ કોમેન્ટ્રી માટે ઉપલબ્ધ રહેશે કે કેમ તે પણ કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે પોન્ટિંગે પોતાની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયન ટીમને બે વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતાડ્યો છે. પોન્ટિંગને દિગ્ગજ કેપ્ટનોમાંથી એક ગણવામાં આવે છે. તેમની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમે 2003 અને 2007માં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

પોન્ટિંગે બીજા સૌથી વધુ 71 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ચુક્યા છે
રિકી પોન્ટિંગ નવેમ્બર 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે પોતાના દેશ માટે 168 ટેસ્ટ, 375 ODI અને 17 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પોન્ટિંગે આ સમયગાળા દરમિયાન ટેસ્ટમાં 13378 રન અને વનડેમાં 13704 રન બનાવ્યા હતા. T20માં તેના 401 રન છે. પોન્ટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 71 સદી ફટકારનાર સંયુક્ત બીજા ક્રમના ખેલાડી છે. કોહલીએ તેની સાથે 71 સદી પણ ફટકારી છે. સૌથી વધુ 100 સદી સચિન તેંડુલકરના નામે છે.

Most Popular

To Top