SURAT

અતુલ વેકરિયા સુરતમાં હોવાની ચર્ચા, છતાં પોલીસ કેમ પકડતી નથી

સુમાં થયેલા અકસ્માતને છ દિવસનો સમય થયો છે. પરંતુ હજુ પણ અતુલ વેકરિયાને તમામ ફેસિલિટી ઉમરા પીઆઇ ઝાલા અને તેમના ઉચ્ચ અધિકારીઓ આપી રહ્યા છે. કમિશનર અજય તોમર તેમની પોલીસની છબિ સુધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ તેમના ઉચ્ચ અધિકારીઓ મડદાને પણ ચૂંથવાનો ધંધો કરી રહ્યા હોવાની વાતો વહેતી થઇ છે. ઉમરા પોલીસ જાણે અતુલ વેકરિયાને શરણે થઇ ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. પોલીસે અતુલ વેકરિયાને હાઇકોર્ટમાંથી જામીન આપી દેવા માટે છૂટ આપી હોય તેમ પલાયન થવા દીધો છે. સુરત કોર્ટે આ પીધ્ધડને જેલના સળિયા પાછળ ધકેલવા માટે ચુકાદો આપ્યો છે. પરંતુ પોલીસ આ આરોપીને પકડવા માટે આળસ કરી રહી છે. હવે પીઆઇ ઝાલા સામે કે તેમના સ્ટાફ સામે ભલે ઇન્કવાયરી થાય, પરંતુ પડદા પાછળ મોટું રંધાયું હોવાની વાતો પોલીસમાં વહેતી થઇ છે.
વેસુ ચાર રસ્તા પાસે અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ ગમખ્વાર અકસ્માત સર્જી એક યુવતીનું મોત નીપજાવ્યું છે. અતુલ વેકરિયાની સામે કડક પગલાં ભરવાને બદલે ઉમરા પોલીસ મૃતકના નામે લાખો રૂપિયાનો વહીવટ કરી રહી હોવાનું ચારેતરફ ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ અતુલ વેકરિયાની સામે સપરાધ મનુષ્ય વધની કલમ-304નો ઉમેરો કરવા કોર્ટે મંજૂરી આપી દીધી છે અને અતુલ વેકરિયાની ધરપકડના આદેશો પણ થઇ ગયા છે. તેમ છતાં ઉમરા પોલીસ અતુલ વેકરિયાને છૂટો દૌર આપી રહી છે. ઉમરા પોલીસના પીઆઇ અને પીએસઆઇની સામે તપાસના આદેશો પણ કરાયા છે. તેમ છતાં ઉમરા પોલીસ અતુલ વેકરિયાને પકડી રહી નથી.

  • અતુલ વેકરિયા સુરતમાં હોવાની ચર્ચા, છતાં પોલીસ પકડતી નથી

કોર્ટમાંથી મળતી માહિતી મુજબ અતુલ વેકરિયાની સામે 304નો ઉમેરો થયા બાદ તે બેબાકળો બની ગયો છે. બીજી તરફ પોલીસ પણ તેને મદદગારી કરી બચાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. અતુલ વેકરિયા સુરતમાં જ હોવાની ચર્ચા છે. પરંતુ ઉમરા પોલીસ તેને પકડી રહી નથી. જો સામાન્ય આરોપી હોય તો પોલીસ ગણતરીના કલાકોમાં જ પકડી લે છે, પરંતુ અતુલ વેકરિયા રાજકીય વગ ધરાવે છે. મોટા રાજનેતાઓ સાથે સંપર્ક પણ ધરાવે છે. તેમ છતાં અતુલ વેકરિયાને પકડવામાં આવતો ન હોવાથી મોટા અધિકારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા જોવાઇ રહી છે.

— પીઆઈ ઝાલા અને પીએસઆઈ ચૌધરીની સામે કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ થવાના સંકેત

વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, એક યુવતીનું અકસ્માતમાં મોત થયું હતું. તેમ છતાં પોલીસે પ્રથમ ફરિયાદમાં અજાણ્યા તરીકે ઉલ્લેખ કરી અતુલ વેકરિયાને બચાવી લીધો હતો. 24 કલાકની અંદર જ તેને પોલીસ મથકેથી જ જામીનમુક્ત કરી દેવાયો હતો. આ ઉપરાંત ફરિયાદમાં સપરાધ મનુષ્ય વધની કલમ પણ દાખલ કરી ન હતી. અતુલ વેકરિયાના સંબંધીઓ દ્વારા મૃતકના પરિવારને ફોન કરી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરાઈ રહ્યું છે. જો કે, તેની સામે સુરતીઓ અતુલ વેકરિયાને સજા અપાવવા માટે મક્કમ બની ગયા છે. આ તમામ બાબતોને લઇ આગામી દિવસોમાં પીઆઇ ઝાલા અને પીએસઆઇ ચૌધરીની સામે કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ કરવા માટે ચક્રો ગતિમાન થયાં છે. આવા સંવેદનશીલ પ્રકરણમાં માલેતુજારોને બચાવવા માટે પોલીસ સરેઆમ ચૌટે વેચાઇ રહી હોવાની વાતોથી શહેર પોલીસ પર ફિટકાર વરસી રહ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top