SURAT

સુરત: આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ મનોજ સોરઠીયા પર હુમલાના કેસમાં 8 સામે ફરિયાદ

સુરત: સુરત(Surat)નાં સરથાણા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એડવોકેટ મેહુલ બોઘરા(Mehul Boghra) પર થયેલી હુમલાની ઘટનાનો વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક ઘટના બનવા પામી છે. હવે આમ આદમી પાર્ટી(AAP)નાં પ્રદેશ પ્રમુખ(State President) પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. તેઓ પર કેટલાક લોકોએ લાકડાના ફટકા વડે હુમલો(Attack) કર્યો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આપ પાર્ટી પર હુમલા બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ(BJP) પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે 8 લોકો સામે ફરિયાદ નોંધી છે.

આ હતી સમગ્ર ઘટના
હાલમાં ગણેશ ઉત્સવની તૈયારી જોરથી ચાલી રહી છે. શહેરના નાના-મોટા ગણેશ આયોજકો ગણેશ મહોત્સવની તૈયારીમાં મંડાઈ પડ્યા છે. દરમિયાન સરથાણાના સીમાડા ચાર રસ્તા પાસે જાહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ગણેશ આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાત્રે આ આયોજનમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ મનોજભાઈ સોરઠીયા, પરિમલભાઈ સહિતના અન્ય નેતાઓ આવ્યા હતા. આ તમામ નેતાઓ મંડપની પાછળના ભાગમાં ઇન્સ્ટ્રક્શન કરવા ગયા હતા જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના નાના-મોટા બેનરો લાગવાના છે તેમની ચકાસણી કરી રહ્યા હતા. મનોજભાઈ સહિતના અન્ય નેતાઓ અને સુરતના કાર્યકર્તાઓ મંડપની પાછળના ભાગમાં પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ તેમની ઉપર હુમલો કર્યો હતો, આશરે 8 થી 10 લોકોએ લોખંડના પાઇપ અને લાકડાના ફટકા સાથે મનોજભાઈ ઉપર તૂટી પડ્યા હતા. અચાનક જ મનોજભાઈ ઉપર થયેલા હુમલાને લઈને ત્યાં હાજર લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ વચ્ચે ફરતા હુમલાખોરો ફટકા અને પાઇપો મૂકીને ભાગી ગયા હતા. આ હુમલામાં મનોજભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આ હુમલો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મનોજભાઈની હત્યા માટે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બીજી તરફ તાત્કાલિક 108 મારફતે મનોજભાઈ ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ડીસીપી અને એસીપીને લોકોએ ઘેરી લીધા
મોડી રાત્રે મનોજ સોરઠીયા ઉપર થયેલા હુમલા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડીસીપી સજ્જનસિંહ પરમાર અને એસીપી સી. કે. પટેલ સહિતના અધિકારીઓએ ટોળાને શાંત રાખવા માટે મથામણ કરી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સી કે પટેલ તેમજ સજ્જનસિંહ પરમારને ઘેરી લીધા હતા અને તાત્કાલિક હુમલાખોરોની સામે ફરિયાદ નોંધીને તેઓની ધરપકડ કરવા માટે જણાવ્યું હતું. બીજી તરફ એસીપી સી કે પટેલે લોકોને શાંત રાખતા કહ્યું કે હુમલાખોરો સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ સમગ્ર મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધી છે.

હુમલાબાદ આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયામાં લાઇવ
મનોજ સોરઠીયા ઉપર થયેલા હુમલા બાદ આપ દ્વારા ફેસબુક લાઇવ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં તેઓએ ભાજપ દ્વારા ગુંડા મોકલીને મનોજભાઈની હત્યાનો પ્લાન કરાયો હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત અન્ય આપના કાર્યકર્તાઓ દ્વારા પણ ફેસબુક ઉપર લાઇવ કરીને ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

ભાજપ ન સંભાળાતું હોય તો રાજીનામું આપી દો: ઇસુદાન ગઢવી
ઈશુદાન ગઢવી એ પણ પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો જેમાં તેઓએ કહ્યું હતું કે શું ભષ્ટ ભાજપથી ગુજરાત સંભાળી શકાતું નથી વિપક્ષને કચડી નાખવા માટે હત્યાનો પ્લાન બનાવ્યો છે. આ શું રહ્યું છે ચૂંટણીમાં હાર જીતતો આવ્યા રાખે પરંતુ હિંસા કરવીએ ગુજરાતની સંસ્કૃતિ નથી કોઈની હત્યા કરવી એ ગુજરાતની સંસ્કૃતિ નથી મારે બીજેપીને કહ્યું છે કે તમારાથી બીજેપી સંભાળાતું ના હોય તો રાજીનામું આપી દો. તમારા નમાલાને કારણે આજે ગુજરાતની સંસ્કૃતિ બદનામ થઈ રહી છે ગ્રહ મંત્રીના સુરતમાં જો હુમલો થતો હોય તો ગ્રહ મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.

Most Popular

To Top