National

અભિનેતા કમલ હસન પર હુમલો : દારૂના નશામાં ધૂત ચાહકને ભારે માર મારવામાં આવ્યો

તમિલનાડુના કાંચીપુરમમાં મક્કલ નિધિ માયમ (MNM) ના વડા અને અભિનેતા કમલ હસન(KAMAL HAASAN)ની કાર પર હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ રવિવારે કમલ હાસનની કાર પર એક યુવક દ્વારા કથિત હુમલો (ATTACK) કરાયો હતો. જો કે આ હુમલામાં કોઈને ઈજા પહોંચી નથી.

ચૂંટણી ઢાંઢેરા પછી હોટલ જઈ રહયા હતા હાસન

એવું કહેવામાં આવી રહ્યું છે કે હસન ચૂંટણી પ્રચાર બાદ અહીં એક હોટલમાં જઈ રહયા હતા, ત્યારે આ ઘટના બની હતી. પક્ષના એક નેતાએ આ સંદર્ભમાં માહિતી આપી હતી કે આ ઘટનામાં હાસનને કોઈ ઇજા પહોંચી નથી, તેમ છતાં તેમની ગાડીને સામાન્ય નુકસાન થયું છે. એમએનએમ નેતા એજી મૌર્યાએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે.

એક ટ્વિટમાં તેણે જણાવ્યું હતું કે હાસન પર “હુમલો કરવાનો પ્રયાસ કર્યો” તે યુવકને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. આરોપી યુવકે દારૂ પીધો હતો. આ ઘટના બાદ કેટલાક એમ.એન.એમ. કાર્યકર્તાઓ અને સામાન્ય માણસોએ તેને માર માર્યો હતો. બાદમાં તેને તાત્કાલિક પોલીસ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અહીં એ નોંધવું ઘટે કે કમલ હાસન આ દિવસોમાં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. તે જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. અભિનેતા આર સારથ કુમારની આગેવાનીવાળી પાર્ટી એઆઈએસએમકે (AISMK) અને લોકસભાના સભ્ય પરિવધરના આઈજેકે (ભારત જનનાયક કાચી) ની સાથે ચૂંટણી લડી રહેલા એમએનએમએ 234 બેઠકોમાંથી 154 બેઠકો પર ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરી છે. ત્યારે કમલ હાસન જેવો એક પ્રસિદ્ધ ચેહરો આ ચૂંટણીમાં એક મહત્વનું પાસું સાબિત થઇ શકે છે.

દિનાકરણની પાર્ટી અને ડીએમડીકે મળીને તમિળનાડુની ચૂંટણી લડશે

તમિળનાડુમાં, એઆઈએડીએમકે(AIADMK)ના હરીફ અમ્મા મક્કલ મુનેત્ર કઝગમે રવિવારે એપ્રિલની વિધાનસભાની ચૂંટણી માટે અભિનેતાથી રાજકારણી બનેલા વિજયકાંતની આગેવાનીવાળી ડીએમડીકે (DMDK) સાથે બેઠક વહેંચણીને અંતિમ રૂપ આપ્યું હતું અને તેને 60 બેઠકો ફાળવી હતી. કરાર હેઠળ, ડીએમડીકે તમિલનાડુના ઘણા ભાગોમાં વિલિવાક્કમ, એગમોર (અનામત) અને સોજિંગનાલ્લુર જેવા શહેરી વિસ્તારો ઉપરાંત પણ ચૂંટણી લડશે. ડીએમડીકેએ એઆઈએડીએમકેથી ઓછામાં ઓછી 23 બેઠકોની માંગ કરી હતી, પરંતુ તેનો ઇનકાર કર્યા પછી પાર્ટીએ તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. અમ્મા મક્કલ મુન્નેત્ર કઝગમ ટીટીવી દિનાકરણના ટોચના નેતાએ જણાવ્યું હતું કે અગાઉ એએમએમકે (AMMK) દ્વારા જાહેર કરાયેલ બેઠકો હવે ડીએમડીકેને સોંપવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top