નવી દિલ્હી : સ્પોર્ટીએ 2022માં સૌથી વધુ કમાણી (Income) કરનાર ટોપ-100 એથ્લેટ્સની (Athletes) યાદી જાહેર કરી છે. આ યાદીમાં 24 દેશો અને 10 રમતોના ખેલાડીઓએ (Players) સ્થાન મેળવ્યું છે, જેમાં ક્રિકેટર (Crickter) તરીકે એકમાત્ર વિરાટ કોહલીનો સમાવેશ થયો છે. કોહલી એ આ યાદીમાં તે 61મા સ્થાને છે. તેની કુલ કમાણી 33.9 મિલિયન ડોલર અર્થાત 276 કરોડ રૂપિયા છે. તેણે 31 મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટથી અને સેલેરી પેટે 2.9 મિલિયન ડોલરની કમાણી કરી છે. ગયા વર્ષે તે આ યાદીમાં 59મા નંબરે હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આરામ કરી રહેલો વિરાટ બાંગ્લાદેશ સામે ફરી એકવાર મેદાનમાં જોવા મળશે.
- સ્પોર્ટીએ 2022માં સૌથી વધુ કમાણી કરનારા એથ્લેટ્સની બહાર પાડેલી યાદીમાં વિરાટ 61માં સ્થાને
- બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રોન જેમ્સ પહેલા, લિયોનલ મેસી બીજા અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ત્રીજા સ્થાને
- અમેરિકાનો બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ ટોપ પર
- ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આરામ કરી રહેલો વિરાટ બાંગ્લાદેશ સામે ફરી એકવાર મેદાનમાં જોવા મળશે
- જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં ટોચ પર
આ યાદીમાં અમેરિકાનો બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ ટોપ પર છે. એનબીએમાં એલએ લેકર્સ તરફથી રમતા જેમ્સે છેલ્લા 12 મહિનામાં 126.9 મિલિયન ડોલર અર્થાત રૂ. 1032 કરોડની કમાણી કરી છે. પોતાનો છેલ્લો ફિફા વર્લ્ડકપ રમી રહેલો લિયોનેલ મેસ્સી 122 મિલિયન ડોલર સાથે બીજા અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 115 મિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે છે. બ્રાઝિલનો ફૂટબોલર નેમાર જુનિયર 103 મિલિયન ડોલર સાથે ચોથા નંબર પર છે. ટોપ-10માં મહત્તમ ચાર બાસ્કેટબોલ ખેલાડીઓ છે. જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં ટોચ પર છે. ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ઓસાકા 53.2 મિલિયન ડોલરની કમાણી સાથે એકંદરે 20મા ક્રમે છે.