બર્લિન: ઈતિહાસમાં આ 8મી વખત છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા પહેલા ઉલ્કા પિંડ (Meteorite) જોવા મળી હોય. પરંતુ થોડા જ કલાકોમાં તે જર્મનીની (Germany) રાજધાની બર્લિન (Berlin) નજીકના લીપઝિગ નામના વિસ્તાર ઉપરના વાતાવરણમાં આકાશમાંથી ફાટી નીકળ્યું. પછી તે જોરથી વિસ્ફોટ અને પ્રકાશ સાથે સમાપ્ત થયું. હવે વૈજ્ઞાનિકો તેના ટુકડાઓ શોધી રહ્યા છે.
21 જાન્યુઆરીના રોજ પૃથ્વી પરથી એક અનહોની ટળી હતી. અવકાશમાંથી એક પ્રકાશમાન એસ્ટ્રોઇડ પૃથ્વો ઉપર અથડાવાનો જ હતો. પરંતુ સદભાગ્યે પૃથ્વીના વાતાવરણ સાથે અથડાઇ આ એસ્ટ્રોઇડ વિસ્ફોટ થઇ ક્યાક લુપ્ત થઇ ગયો હતો. પરંતુ સ્પેસ વૈજ્ઞાનિકના સંશોધન બાદ જાણવા મળ્યું છે કે જો આ એસ્ટ્રોઇડ ધરતી ઉપર અથડાયો હોત તો જર્મનીના બર્લિન શહેરમાં પડ્યો હોત અને આખું શહેર નષ્ટ થઇ ગયું હોત.
જો આ મોટા કદની ઉલ્કા અથવા કોઈપણ ધાતુની બનેલી ઉલ્કા હોત તો તેણે ભયંકર તબાહી સર્જી હોત. તેમજ આ ઊલ્કાના પ્રભાવે લીપઝિગ અથવા બર્લિન શહેરની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે નષ્ટ થઇ જાત. તેમજ તેની અસર યુરોપિયન યુનિયનના ઘણા દેશોમાં પણ જોવા મળી શકે છે. જો તે દરિયામાં પડી હોત તો ત્સુનામી પણ આવી શકે તેવી સંભાવના કરાઇ છે. તેમજ આ ત્સુનામીમાં અનેક શહેરો ડુબી ગયા હોત.
નાસાએ કહ્યું કે તે નાનું છે, ટેન્શન લેવાની જરૂર નથી
આ એસ્ટરોઇડ સૌપ્રથમવાર ક્રિશ્ચિયન સાર્નેઝકી દ્વારા હંગેરીમાં પિસ્ઝકેસ્ટેટો માઉન્ટેન સ્ટેશન (Piszkéstető Mountain Station) ખાતે કોંકોલી ઓબ્ઝર્વેટરીમાંથી જોવામાં આવ્યો હતો. આ ઉલ્કાપિંડનું નામ 2024BXI છે. તેના પર નાસાએ કહ્યું કે બર્લિનના આકાશમાં એક નાનો લઘુગ્રહ આવવાનો છે. પરંતુ તે ખૂબ જ નાનું છે. તેમજ આ લઘઘુગ્રહ વાતાવરણમાં જ બળી જશે. આનાથી કોઈ નુકસાન નથી.
ઉત્તર જર્મનીના લીપઝિગ શહેરમાં એક કેમેરામાં આ ઉલ્કાને આવતો જોવાયો હતો. તેમજ ઊલ્કાનું બર્નિંગ પણ દેખાયું હતું. જેમાં વિસ્ફોટ દેખાયો હતો અને ત્યાર બાદ ઉલ્કા પિંડ અદૃશ્ય થતો પણ દેખાયો હતો. સમગ્ર ઘટના થોડીક જ સેકન્ડમાં બની હતી. આ એસ્ટરોઇડની પહોળાઈ 3.3 ફૂટ છે. પરંતુ તે બર્લિનની જમીનથી લગભગ 50 કિલોમીટર ઉપર આકાશમાં પશ્ચિમ દિશામાં વાતાવરણમાંજ નાશ પામ્યું હતું.