આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. ત્રણેય પ્રદેશોમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે અને અત્યાર સુધી ક્યાંયથી કોઈ અપ્રિય ઘટનાની માહિતી સામે આવી નથી. લોકશાહીના આ મહત્વપૂર્ણ તબક્કામાં સામાન્ય જનતા સાથે જાણીતા નેતાઓ અને સેલિબ્રિટીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
- આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ
- આસામ: બોકાખાત બેઠક પરથી NDA ઉમેદવાર અતુલ બોરાએ મતદાન કર્યું
- મતદારો મોટી સંખ્યામાં પોલિંગ બૂથ પર પહોંચી રહ્યા છે, ક્યાંયથી અપ્રિય ઘટના ના અહેવાલ
- હિમંતા બિસ્વા સરમાનો કોંગ્રેસ પર કડક પ્રહાર, કહ્યું, “કોંગ્રેસ કઈ પાર્ટી છે? મેં તો નામ પણ સાંભળ્યું નથી”
- સરમાએ પવન ખેરાને લઈને પણ ટિપ્પણી કરી અને જવાબ આપવાનો ઇનકાર કર્યો
- આસામમાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે તેવી પાર્ટીના નેતાઓની દાવેદારી
- ભાજપ ઉમેદવાર સિબુ મિશ્રાએ કહ્યું, “લોકોના આશીર્વાદથી ફરી સરકાર બનશે”
- શશિ થરૂરએ તિરુવનંતપુરમમાં મતદાન કર્યું
- થરૂરનો દાવો- “કેરળમાં ભાજપનો કોઈ ખાસ પ્રભાવ નથી, અહીં લડાઈ LDF અને UDF વચ્ચે”
- કેરળમાં મુખ્ય રાજકીય ટક્કર LDF અને UDF વચ્ચે જ કેન્દ્રિત
- એ.કે. એન્ટની સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ મતદાન કર્યું
- કેરળના અભિનેતા મોહનલાલે તિરુવનંતપુરમમાં મતદાન કર્યું.
- હોકી ખેલાડી પી.આર. શ્રીજેશએ પરિવાર સાથે મતદાન કર્યું
- ઘણા ઉમેદવારો અને નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
- પુડુચેરીમાં CM એન. રંગાસ્વામી બાઈક પર મતદાન કરવા પહોંચ્યા, દ્રશ્ય ચર્ચામાં
- આસામમાં મતદાન પહેલા કામાખ્યા મંદિરમાં પૂજા પણ કરવામાં આવી
- કેરળમાં વ્હીલચેર પર આવેલી વૃદ્ધ મહિલાએ મતદાન કરીને લોકશાહી માટે ઉત્સાહ બતાવ્યો
- કેરળ ભાજપ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે તિરુવનંતપુરમમાં મતદાન કર્યું. તેઓ નેમમ સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
- કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કન્નુરમાં આરસી અમલા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું.
- કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સુરેશ ગોપીએ ત્રિશૂરમાં મતદાન કર્યું.
- આસામના બારપેટામાં સવારથી ભારે વરસાદને કારણે મતદાન ખોરવાઈ ગયું.
- પુડુચેરીમાં, મતદાન મથકો પર રોબોટ્સે મતદારોનું સ્વાગત કર્યું.
- ભાજપ 75-80થી વધુ બેઠકો જીતશે – મંત્રી અશોક સિંઘલ
- આસામના મંત્રી અશોક સિંઘલે સોનિતપુરમાં મતદાન કર્યું. ત્યારબાદ તેમણે કહ્યું, “હું મારા બૂથ પર મતદાન કરનાર પ્રથમ વ્યક્તિ હતો.
- રાજ્ય વિધાનસભા ચૂંટણી અપડેટ: બપોરે 1 વાગ્યા સુધી આસામમાં 59.63%, કેરળમાં 49.70% અને પુડુચેરીમાં 56.83% મતદાન નોંધાયું.
- પુડુચેરીમાં કોંગ્રેસ- ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
- કેરળના કન્નુરમાં ભૂતપૂર્વ સૈનિકે કહ્યું કે સુધારા માટે મતદાન કર્યું.
- કેરળના કન્નૂરમાં મોડેલ બૂથને દોરાથી શણગારવામાં આવ્યું
- રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રણેય રાજ્યોમાં મતદાનનો ઉત્સાહ ઊંચો જોવા મળ્યો.
- ચૂંટણી પંચના બપોરે 3 વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ 75.9% મતદાન નોંધાયું.
- આસામમાં આ ટકાવારી 2021ની સરખામણીએ વધારે છે, ત્યારે સરેરાશ મતદાન 64.5% હતું.
- પુડુચેરીમાં પણ મતદાનમાં વધારો જોવા મળ્યો છે, જ્યાં 72.4% મતદાન થયું, જે અગાઉના 66.6% કરતાં વધુ છે.
- કેરળમાં પણ મતદારો ઉત્સાહપૂર્વક બહાર આવ્યા, બપોરે 3 વાગ્યા સુધી 62.7% મતદાન નોંધાયું.
- 2021માં કેરળમાં આ જ સમય સુધી 58.5% મતદાન થયું હતું, એટલે આ વખતે વધારો નોંધાયો છે.
- કુલ મળીને, ત્રણેય રાજ્યોમાં મતદારોની સક્રિય ભાગીદારીથી ચૂંટણીમાં ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે.






