Editorial

નેતાઓની હત્યા અને હત્યાની કોશિશ એ કોઇપણ સમસ્યાનું સમાધાન નથી

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. એ સમયે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમના પર એક બંદૂકધારીએ ગોળી ચલાવી હતી. આ ઘટનમાં ટ્રમ્પને સામાન્ય ઈજા થઈ છે, પરંતુ રેલીમાં આવેલા એક શખ્સનું મોત થયું અને બે લોકો ઘાયલ થયા છે. તો સિક્રેટ સર્વિસિસના અધિકારીઓએ હુમલાખોરોને ગોળી મારી દીધી. સાંજે 5 વાગ્યે ટ્રમ્પ રેલીને સંબોધન કરવાના હતા.

સાંજે 6 વાગ્યા 3 મિનિટ ટ્રમ્પ લી હેઝલવૂડના ગીત ‘ગૉડ બ્લેસ ધ યુએસએ’ની સાથે સ્ટેજ પર પહોંચ્યા હતાં. સાંજે 6 વાગ્યા 11 મિનિટ ટ્રમ્પની ચૂંટણી ભાષણ શરૂ થયા પછી ગોળી છૂટી હતી ગોળી છૂટતા સર્વિસના એજન્ટોએ પૂર્વ રાષ્ટ્રપતિને ઘેરી લીધા અને તેમને સુરક્ષિત રીતે મંચ પરથી ઉતાર્યા. આ દરમિયાન ટ્રમ્પના કાન અને આસપાસ લોહી જોવા મળ્યું હતું. ટ્રમ્પના કાફલો રેલસ્થળથી રવાના થઈ ગયો. સિક્રેટ સર્વિસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે અને ઘટનાની વિસ્તૃત તપાસ કરાઈ રહી છે. ટ્રમ્પના ચૂંટણી અભિયાનના પ્રતિનિધિએ માહિતી આપી કે ટ્રમ્પ સુરક્ષિત છે.

કાયદાકીય એજન્સીએ એ પુષ્ટિ કરી કે સંદિગ્ધ વ્યક્તિ અને રેલીમાં આવેલી એક વ્યક્તિનું મોત થયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને હુમલાની નિંદા કરી અને કહ્યું કે તેઓ જલદી ટ્રમ્પ સાથે ફોન પર વાત કરશે. સાંજે 8 વાગ્યા 42 મિનિટે ટ્રમ્પે ઘટના પર પહેલું નિવેદન જાહેર કર્યું. તેમણે કહ્યું કે ગોળી તેમના જમણા કાનના ઉપરના ભાગે લાગી હતી. અમેરિકન જાસૂસી એજન્સી એફબીઆઈ પિટ્સબર્ગે જણાવ્યું કે તે કાનૂની એજન્સી તરીકે આ આખા મામલાની તપાસનું નેતૃત્વ કરશે. નેતા કોઇપણ હોય, તેની વિચારધારા કોઇ પણ હોય, તેમનો સ્વભાવ કોઇ પણ પ્રકારનો હોય પરંતુ તેમની હત્યાની કોશિશ કે હત્યા એ કોઇ પણ સમસ્યાનું સમાધાન નથીભુવનેશ્વરમાં 30 ઓક્ટોબર 1984ની બપોરે ઈન્દિરા ગાંધી ચૂંટણી સભા જ સંબોધી રહ્યા હતા. આ ભાષણ તેમના સૂચના અને સલાહકાર એચ.આઈ. શારદા પ્રસાદે તૈયાર કર્યું હતું.

ભાષણની વચ્ચે જ તેમણે લખેલા ભાષણની જગ્યાએ બીજી વાતો કરવાની શરૂ કરી દીધી હતી.તેમણે કહ્યું હતું કે, આજે હું અહીં છું, કદાચ કાલે ન પણ હોઉં. મને ચિંતા નથી કે હું ન રહું. મારુ જીવન ઘણું સારું રહ્યું અને મને ગર્વ છે કે મે મારુ જીવન મારા લોકોની સેવામાં પુરૂ કર્યું. હું મારા અંતિમ શ્વાસ સુધી એવુ જ કરતી રહીશ અને હું જ્યારે પણ મરીશ તો મારા લોહીનું એક એક ટીપું ભારતને મજબૂત કરવા માટે જ હશે.તેમના આ ભાષણથી લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.

ખુદ તેમની પાર્ટીના લોકો પણ નહતા સમજી શક્યા કે ઈન્દિરાજી આવા શબ્દો કેમ બોલી રહ્યા છે. અને તેના બીજા જ દિવસે એટલે કે 31 ઓક્ટોબરે તેમના જ અંગરક્ષકોએ તેમને ગોળી મારી દીધી હતી. 21 મે, 1991ના દિવસે રાત્રે 10 વાગ્યા અને 21 મિનિટે તામિલનાડુના શ્રીપેરંબદૂર ખાતે 30 વર્ષીય બેઠી દડીની ભરાવદાર છોકરી હાથમાં ચંદનનો હાર લઈને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી તરફ  આગળ વધી અને પગે લાગવા માટે નમી, ત્યારે કાનમાં ધાક બેસી જાય એવો જોરદાર વિસ્ફોટ થયો.

ભારતની ધરતી ઉપર આ પહેલો આત્મઘાતી વિસ્ફોટ હતો, જેને એક મહિલાએ અંજામ આપ્યો હતો. એ વિસ્ફોટમાં કૉંગ્રેસના યુવા નેતા તથા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું. એ સમયે મંચ ઉપરથી રાજીવ ગાંધીના સન્માનમાં એક ગીત ગવાઈ રહ્યું હતું, ‘રાજીવ ગાંધીનું જીવન અમારું જીવન છે, જે જીવન ઇંદિરા ગાંધીના દીકરાને સમર્પિત નથી, તે જીવન શું જીવન છે?

17 મેના રોજ જ રાજીવ ગાંધીનો કાર્યક્રમ સાર્વજનિક થયો હતો તો તામિલ ઉગ્રવાદીઓ માત્ર ચાર દિવસમાં જ આટલું મોટું પ્લાનિંગ કરી શક્યા હતા, જે ચોંકાવનારી બાબત હતી. તેવી જ રીતે બે મહિના પહેલા 8 જુલાઈના રોજ શિન્ઝો આબે જાપાનના નારામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે જ સમયે, 41 વર્ષીય તેત્સુયા યામાગામીએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. સ્લોવેકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોની પણ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે ફિકો પર ગોળીબાર કર્યો હતો. જેમા તેમનું મોત થયું હતું.

Most Popular

To Top