દુબઇ, તા. 28 : એશિયા કપની (Asia Cup) આજે અહીં રમાયેલી હાઇ પ્રોફાઇલ(Hai profile) અને રોમાંચક બનેલી મેચમાં ભારતીય ટીમે હાર્દિક પંડ્યાના (Hardik pandya) ઓલરાઉન્ડ પ્રદર્શન તેમજ ભુવનેશ્વર કુમારની આગેવાનીમાં ભારતીય બોલરોની આક્રમક બોલીંગની મદદથી પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને 2021ના ટી-20 વર્લ્ડકપની હારનો બદલો વાળ્યો હતો. ભારતીય બોલરો સામે પાકિસ્તાનની ટીમ ઘુંટણીયે પડીને 147 રનમાં ઓલઆઉટ થઇ હતી. અંતિમ ઓવરોમાં શાહનવાઝ ધાનીએ 6 બોલમાં 16 રન કરતાં પાકિસ્તાનની ટીમ 147 રન સુધી પહોંચી હતી. 148 રનના વિજય લક્ષ્યાંકને ભારતીય ટીમે 5 વિકેટના ભોગે અંતિમ ઓવરમાં કબજે કરીને પાકિસ્તાનને 5 વિકેટે પછાડ્યું હતું.
અને અંતિમ ઓવરમાં 7 રન કરવાના હતા
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી ભારતીય ટીમને પહેલી ઓવરમાં જ રાહુલ આઉટ થતાં ફટકો પડ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને 49 રનની ભાગીદારી કરી હતી. રોહિત 12 રન કરીને આઉટ થયો તે પછી વિરાટ પણ અંગત 25 રન કરીને આઉટ થતાં ભારતે 53 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. સૂર્યકુમાર અને રવિન્દ્ર જાડેજાએ 36 રનની ભાગીદારી કરીને સ્કોર 89 પર લઇ ગયા હતા ત્યારે સૂર્યા 18 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી ભારતીય ઇનિંગની હાઇલાઇટ સમી 52 રનની ઝડપી ભાગીદારી કરીને સ્કોર 141 પર લઇ આવ્યા અને અંતિમ ઓવરમાં 7 રન કરવાના હતા ત્યારે જાડેજા પહેલા બોલે આઉટ થયો હતો. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 35 રન કર્યા હતા. તે પછીના બોલે દિનેશ કાર્તિકે 1 રન લીધો હતો, ત્રીજો બોલ ખાલી રહ્યો હતો અને તે પછીના બોલે હાર્દિકે છગ્ગો મારીને ટીમને જીતાડી હતી.
પાકિસ્તાન 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતુ
એશિયા કપના આ મહાસંગ્રામમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતને 148 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતુ.148 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો લાગ્યો હતો. કેએલ રાહુલ ઝીરો રને આઉટ થયો હતો. નસીમ શાહે તેને આઉટ કર્યો હતો. તે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. પરંતુ નવાઝે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કર્યા હતા. રોહિતે 18 બોલમાં 12 રન કર્યા હતા. જ્યારે કોહલીએ 34 બોલમાં 35 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ 18 રને નસીમ શાહની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
પહેલી ઇનિંગની હાઈલાઈટ્સ
- ભુવનેશ્વરે મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ ફિગર્સ 4-0-26-4ની રહી હતી.
- ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ તરખાટ મચાવતા 3 વિકેટ ઝડપી હતી.
- પાકિસ્તાન તરફથી સૌથી વધુ મોહમ્મદ રિઝવાને 42 બોલમાં 43 રન કર્યા હતા.
- પાકિસ્તાનના નંબર-11ના બેટ્સમેન શહનવાઝ દહાનીએ છેલ્લી ઓવરમાં 2 સિક્સ સાથે કુલ 16 રન કર્યા હતા.
- યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 2 વિકેટ, જ્યારે આવેશ ખાને 1 વિકેટ લીધી હતી.
- પાકિસ્તાનના કેપ્ટન અને હાલ નંબર-1 બેટ્સમેન બાબર આઝમ ખાસ ચાલ્યો નહતો અને તે ભુવનેશ્વર કુમારનો 10 રને શિકાર થયો હતો.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), ફખર ઝમન, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, શહનવાઝ દહાની, હરિસ રઉફ અને નસીમ શાહ.
પાકિસ્તાનની ટીમ આજે કાળી પટ્ટી બાંધશે
10 મહિનાના લાંબા અંતરાલ પછી આજે ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમ સામસામે ટકરાશે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે. કાળી પટ્ટી પહેરવા પાછળ બીજું કોઈ કારણ નથી પણ પાકિસ્તાનમાં ભયાનક પૂરની સ્થિતિ છે અને હજારો લોકોના મૃત્યુ થયાં છે. પૂરથી અસરગ્રસ્ત લોકોના સપોર્ટમાં ટીમે આવો નિર્ણય લીધો છે. આ વાતની જાણકારી ટીમના કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં આપી.
દરેક ફોર્મેટમાં 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનારો પહેલો ઈન્ડિયન
આજનો મેચ વિરાટ કોહલીનો 100મો T20I મેચ હશે. જો આજે કોહલી આજે રમશે તો તે ભારતનો પહેલો ખેલાડી બનશે, કે જેણે ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમેલી હોય! આવું કરનારો તે દુનિયાનો બીજો પ્લેયર બનશે. ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર પહેલો ખેલાડી બન્યો હતો.