એશિયા કપ 2023 : WTC 2023 ફાઈનલ પછી હવે ભારતીય ટીમ તેની બીજી મોટી ટૂર્નામેન્ટ એશિયા કપ 2023 (Asia Cup) રમશે. આ વર્ષે એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાનને (Pakistan) મળી છે. જોકે આ પહેલા ટૂર્નામેન્ટને લઈને મૂંઝવણ હતી. જેમાં આ ટૂર્નામેન્ટ ક્યાં રમાશે તે પણ સ્પષ્ટ ન હતું. પાકિસ્તાનને યજમાની સોપાતા ટીમ ઈન્ડિયાને (Team Indian) પાકિસ્તાન મોકલવાનો BCCIએ ઈન્કાર કર્યો હતો. BCCIના ઈન્કાર પછી પાકિસ્તાને પોતાનું એક હાઈબ્રિડ મોડલ રજૂ કર્યુ હતું. પાકિસ્તાનના આ હાઈબ્રિડ મોડલનો ICCએ સ્વીકાર કર્યો હતો. દરમ્યાન જો ભારત પાકિસ્તાન સામસામે આવ્યા તો તેઓની મેચ શ્રીલંકામાં રમાશે તેવું હાલ જાણવા મળ્યું છે.
ICCએ પાકિસ્તાનના આ હાઈબ્રિડ મોડલનો સ્વીકર કર્યો હતો. જેમાં પહેલા થોડીક મેચ પાકિસ્તાનમાં રમાશે અને ત્યાર પછીની બાકીની મેચ શ્રીલંકામાં રમાડવાનું નક્કિ કરવામાં આવ્યું છે. આ વર્ષે એશિયા કપ 2023 ટૂર્નામેન્ટનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં નક્કિ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનની 1 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન ટૂર્નામેન્ટનું આયોજન થશે.
એશિયા કપમાં 6 ટીમો ભાગ લેશે
આ એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે, જેને ત્રણ-ત્રણના ગ્રુપમાં વહેચવામાં આવી છે. એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ હશે જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો હશે. આ બંને ગ્રુપની ટીમો એક બીજા સાથે રમશે અને આમાંથી ટોપની બે ટીમો ટોપ 4માં રમશે. આ ટોપ 4માં ભારત અને પાકિસ્તાન સામ સામે આવશે તો તેમની મેચ શ્રીલંકાના પલ્લેકેલે અને ગાલેમાં રમાઈ શકે છે. એટલે કે આ પરથી એમ કહી શકાય કે એશિયા કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ ત્રણ મેચ રમાઈ શકે છે.
મળતી મહિતી અનુસાર આ વર્ષે પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન VS નેપાળ, બાંગ્લાદેશ VS અફઘાનિસ્તાન, અફાઘાનિસ્તાન VS શ્રીલંકા અને શ્રીલંકા VS બાંગ્લાદેશની મેચ રમાશે. જ્યારે બાકીની મેચો શ્રીલંકામાં રમાશે. એવું જાણવા મળ્યું છે કે એશિયા ટૂર્નામેન્ટ 2023નું સંપુર્ણ શેડ્યૂલની સાથે સ્થળોની માહિતી લગભગ મંગળવારે અથવા બુધવારે જાહેર કરવામાં આવશે. એશિયા કપ 2023 રસપ્રદ હશે કારણ કે આ વખતે તે ODI ફોર્મેન્ટ પર હશે. તમને જણાવી દઈએ કે આ વર્ષ ODI વર્લ્ડકપનું આયોજન ભારતમાં કરવામાં આવ્યુ છે. જે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન યોજાશે.