લખમીપુર ખેરી હત્યા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. કોર્ટે આજે આશિષને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવા આદેશ કર્યો છે. (Ashish Mishra granted 3-day police remand in Lakhmipur Khiri murder case) અદાલતે કેટલીક શરતો સાથે પોલીસ રિમાન્ડને મંજૂરી આપી છે. દરમિયાન આજે લખમીપુર ખેરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્રમાં બંધ પાળવામાં આવી રહ્યું છે. સત્તારૂઢ મહાવિકાસ આઘાડી ગઠબંધન દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેના તમામ બંધમાં પોતાની મરજીથી જોડાયા છે અને લોકોને બંધ પાળવા અપીલ કરી છે.
આ તરફ લખમીપુર ખીરી હત્યા કેસમાં બીજી એફઆઈઆર દાખલ થઈ તેમાં એવું જણાવાયું છે કે કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શનકારીઓમાં સામેલ કેટલાંક અસામાજિક તત્વોએ SUV માં સવાર ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. FIRમાં ખેડૂતોને કારથી કચડી નાંખવાના અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને કારમાં બેઠાં હોવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
કોર્ટે આશિષ મિશ્રાને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલતી વેળા આશિષનો મેડીકલ ટેસ્ટ કરાવવાની શરત મુકી છે. તેમને પોલીસ દ્વારા પ્રતાડિત નહીં કરાય તેવો પણ ઉલ્લેખ કોર્ટે કર્યો છે. પોલીસ જ્યારે પૂછપરછ કરે ત્યારે આશિષ મિશ્રાને તેમના વકીલ દૂરથી જોઈ શકે છે.
લખમીપુરી ખેરીમાં ખેડૂતોને કાર (Lakhmipur Kheri Case) નીચે કચડી મારી નાંખવાના કેસમાં આખરે 6 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા (Central Minister Ajay Mishra Son Aashish Mishra) યુપી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. પોલીસે તેને પોલીસે તેને CRPC ની કલમ 160 હેઠળ સમન્સ પાઠવ્યું હતું. ગયા રવિવારે તા. 3 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રીના પુત્રએ ખેડૂતો પર કથિત રીતે કાર દોડાવી હતી. આ પછી, ફાટી નીકળેલી હિંસામાં વધુ ચાર લોકોના મોત થયા હતા. ખેડૂતોએ FIRમાં આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાએ વિરોધ કરી રહેલા ખેડૂતોને ધક્કો મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચાર ખેડૂતોના મોત થયા છે.