SURAT

ધો.12 સામાન્ય પ્રવાહનાં પરિણામમાં A-1 અને A-2 ગ્રેડમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી

સુરત: આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાનું 95.41 ટકા છે. જ્યારે સૌથી ઓછી પરિણામ વડોદરાનું 76.49 ટકા આવ્યું છે. આ વખતે પણ A-1 અને A-2 ગ્રેડમાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

A-1 અને A-2માં ડંકો વગાડ્યો
સુરતનાં 87.52% પરિણામ નોંધાયું છે. આ વખતે પણ A-1 અને A-2 ગ્રેડમાં સૌથી વધુ સુરતના વિદ્યાર્થીઓ છે. સુરતના A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. તેમજ B-1માં 7521, B-2માં 8995, C-1માં 8128, C-2માં 3813, Dમાં 255 અને Eમાં 2 વિદ્યાર્થી છે.

સેન્ટર પ્રમાણે પરિણામ

સેન્ટરપરિણામ (ટકાવારી)
બારડોલી80.8
સુરત84.54
વરાછા92.38
કીમ78
રાંદેર89.91
નાનપુરા87.37
ઉધના83.46
માંડવી88.63
વાંકલ81.46
અમરોલી92.58
કતારગામ84.25
દક્ષિણ વરાછા91.6
ઓલપાડ91.4
ભટાર88.48
નાનપુરા બ્લાઈંડ100
લિંબાયત86.01
સચિન86.8
કઠોર90.14
મહુવા75.98
અનાવલ83.29
પલસાણા82.84
ઉમરપાડા90.75
માંગરોળ88.72
સેન્ટ્રલ જેલ100

પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમ્યા
ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં આનંદમાં આવી ગયા હતા. પરિણામ જોયા બાદ શાળા પરિસરમાં સાફા પહેરી વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે કોરોના કાળમાં લોકડાઉન બાદ પ્રથમવાર પરિણામ જાહેર થયું છે. જેમાં તેઓને સારી સફળતા મળી છે. સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 161થી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવતા શાળાના સંચાલકો સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને બાળકોએ ફટાકડા ફોડી ગરબા રમીને કરી અનોખી ઉજવણી કરી હતી.

સુરતની અંધજન શાળાનું 100 ટકા પરિણામ
ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ જાહેર થયું છે. જેમાં સુરતનાં નાનપુરા સ્થિત અંધજન શિક્ષણ મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ શાળાનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા રીઝલ્ટ નોંધાયું છે. કુલ 11 પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Most Popular

To Top