ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) એક પછી એક ધારાસભ્યો રાજીનામા (Resignation) આપી રહ્યા છે. ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી કોંગ્રેસને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ (Arvind Ladani) આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને રાજીનામું આપ્યું હતું. તેમજ હવે તેમના રાજીનામા બાદ તેઓ ભઅજપ સરકારમાં જોડાશે તેવી પ્રબળ શક્યતા જણાય રહી છે.
એક તરફ આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસ છોડો યાત્રા શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયા જૂથના છે. હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના માત્ર એક ધારાસભ્ય વિમલ ચુડાસમા છે.
સૌરાષ્ટ્રને રાજકારણની પાઠશાળા માનવામાં આવી રહી છે. દરેક રાજકીય પાર્ટીની નજર હંમેશા ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર ઉપર જ રહેતી હોય છે. તેવામાં ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 5 લાખની જંગી લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે ભાજપ સૌરાષ્ટ્રમાંથી વિપક્ષને તોડવાનું કામ કરી રહી છે. 7 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની 48 બેઠકમાંથી 30 બેઠક પર કોંગ્રેસ વર્ચસ્વ ધરાવતી હતી. ત્યારે હાલ એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે, કોંગ્રેસની ઝીરો બેઠક થવાની તૈયારી ગણાવા માંડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લાડાણી કોગ્રેસના પૂર્વ સાંસદ અર્જુન મોઢવણીયાના નજીકના વ્યાક્તિ હતા. તેમજ મોઢવણીયાએ લાડાણીને ભાજપમાં જોડાવાની સલાહ પણ આપી છે. અગાઉ બે દિવસ પહેલા જ ડેરના કોગ્રેસમાંથી મોઢવણીયાએ રાજીનામું આપ્યું હતું. તેમજ હાલ લાડાણીના રાજીનામા બાદ કોંગ્રેસ સરકારને તગડો ઝટકો લાગ્યો છે.
હું ભાજપમાં જોડાઇને ચૂંટણી લડીશ: લાડાણી
બાઇક લઇને લોક પ્રશ્નોને ઉકેલતા લાડાણીએ એક સમયે માણાવદર બેઠક ઉપરથી ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને હરાવ્યા હતા. તેમજ રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે કરતા લાડાણીએ જણાવ્યું હતું કે, ‘હું ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇશ. તેમજ હવે ભાજપમાં જોડાઇ વિસ્તારનો વિકાસ કરીયે. મેં ગઇકાલે સાંજે જ આ નિર્ણય લીધો હતો. મારા ઉપર કોઇ દબાણ નથી. મેં મારા મનથી આ નિર્ણય લઇ રાજીનામું આપ્યું છે. તેમજ હું પેટાચૂંટણી લડવાનો છું. પરંતુ કોઇ કમિટમેન્ટ નથી.’