National

અરવિંદ કેજરીવાલના જામીન નામંજૂર, ફરી વધી ન્યાયિક કસ્ટડી

નવી દિલ્હી: તિહાર જેલમાં (Tihar Jail) કેદ દિલ્હીના (Delhi) મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલી વધી હતી. અસલમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી (Judicial Custody) 3 જુલાઈ સુધી લંબાવી છે. આ સાથે જ એક્સાઇઝ પોલિસી કેસમાં આરોપી વિનોદ ચૌહાણની કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. કસ્ટડીની મુદત પૂરી થયા બાદ બુધવારે બંનેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલે કોર્ટને જણાવ્યું કે વિનોદ ચૌહાણને BRS નેતા કવિતાના PA દ્વારા 25 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સાથે જ તેમને ગોવાની ચૂંટણી માટે અભિષેક બોઈનપલ્લી પાસેથી પૈસા મળ્યા હતા. વકીલે એમ પણ કહ્યું કે મે મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ મહિનાના અંતમાં વિનોદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ન્યાયિક કસ્ટડી વ્યાજબી નથી- વકીલ
લાઈવ લો મુજબ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ વિવેક જૈન કોર્ટ સામે હાજર રહ્યા હતા. ત્યારે કોર્ટે સીએમ કેજરીવાલને પૂછ્યું કે શું તેઓ કંઈ કહેવા માગે છે. ત્યારે સીએમ કેજરીવાલે કહ્યું કે હું કંઈ કહેવા માંગતો નથી. મારા વકીલો હાજર છે.” આ પછી તેમના વકીલ વિવેક જૈને કહ્યું, “ન્યાયિક કસ્ટડીને યોગ્ય ઠેરવવી વ્યાજબી નથી. અમે ન્યાયિક કસ્ટડીનો વિરોધ કરીએ છીએ. કારણકે કેજરીવાલની ધરપકડને પહેલા જ પડકારવામાં આવી છે. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

દિલ્હીના સીએમની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી
એક્સાઇઝ પોલીસી કેસમાં EDએ 2 કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ તિહાર જેલમાં ન્યાયીક કસ્ટડીમાં છે. જો કે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સુપ્રીમ કોર્ટમાંથી ત્રણ અઠવાડિયા માટે એટલે કે 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા હતા. તેમજ મતદાન સમાપ્ત થયા પછી બીજા દિવસે 2 જૂને તેણે આત્મસમર્પણ કર્યું.

ગયા અઠવાડીયાની શરૂઆતમાં કેજરીવાલે એક વધારાની અરજી દાખલ કરી હતી. જેમાં કેજરીવાલે પત્નીને મેડિકલ બોર્ડની બેઠક અને તેમની પરીક્ષા દરમિયાન તેમના મેડિકલ ચેકઅપમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાની પરવાનગી માંગી હતી. EDએ આ કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે વધારાનો સમય માંગ્યો હતો. ત્યારે EDના વકીલે કહ્યું હતું કે મેડિકલ બોર્ડની હજુ સુધી સત્તાવાર રીતે રચના કરવામાં આવી નથી.

Most Popular

To Top