National

અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થશે કે નહીં? રાઘવ ચડ્ડાએ કહ્યું…

નવી દિલ્હી: EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) દારૂ કૌભાંડ કેસમાં (Liquor Case) પૂછપરછ માટે સમન્સ (Summons) મોકલી 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. જ્યારે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha) કેજરીવાલ ED સમક્ષ હાજર થશે કે કેમ તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કેજરીવાલનો કાર્યક્રમ જણાવ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે કેજરીવાલ 19 ડિસેમ્બરે વિપશ્યના માટે જઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ રાઘવ ચઢ્ઢાએ આ મામલે કહ્યું હતું કે આજે જો દેશમાં કોઈ પણ વ્યક્તિ ભાજપ સરકાર પર સવાલ કરે છે, તો તેની ધરપકડ કરવામાં આવે છે. અથવા તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. જો આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈન ભાજપમાં જોડાવાની સંમતિ આપે તો તેઓ 2 મિનિટમાં જેલમાંથી મુક્ત થઈ જશે. ઢોલ-નગારાં સાથે ભારતીય જનતા પાર્ટી તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરશે. ભાજપે જે નેતાઓને ભ્રષ્ટાચારી કહ્યા હતા તે તમામ નેતાઓને ભાજપમાં જોડાયા બાદ તરત જ તેમના કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

વધુમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ‘આજે જો ભાજપ કોઈથી ડરે છે તો તે અરવિંદ કેજરીવાલ છે. ભાજપ અરવિંદ કેજરીવાલને નબળા પાડવા માંગે છે. ભાજપના લોકોને સુતા-જાગતા સપનામાં માત્ર અરવિંદ કેજરીવાલ જ આવે છે. ’

કેજરીવાલ 19 ડિસેમ્બરથી વિપશ્યના માટે જઈ રહ્યા છે:
રાઘવ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 ડિસેમ્બરથી વિપશ્યના માટે જઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ હંમેશા પોતાના યોગ્ય સમયે વિપશ્યના માટે જતા જ હોય છે. આ તેમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે. સાથે જ અરવિંદ કેજરીવાલ વકીલોની સલાહ લઇ નક્કી કરશે કે EDને જવાબ આપવો કે નહીં. આ સાથે જ આગળની કાનૂની રણનીતી પણ તૈયાર કરીશું.”

કામ સમર્પણથી કરવું પડશેઃ
રાઘવે ચઢ્ઢાએ વિપક્ષી ગઠબંધન વિષે કહ્યું, “હું માનું છું કે તમામ રાજકીય પક્ષોએ સંપૂર્ણ ગંભીરતા અને સમર્પણ સાથે એકસાથે આવવું પડશે. આ રાજકીય પક્ષોનું ગઠબંધન નથી પરંતુ દેશની 135 કરોડની જનતાનું ગઠબંધન છે. તેમજ આ એક મહત્વપૂર્ણ ગઠબંધન છે. તેમજ દેશના લોકોને આશા છે કે આ ગઠબંધન સફળ રહેશે. વધુમાં તેમણે કહ્યું કે જનતા ઈચ્છે છે કે દેશમાં એવી સરકાર હોવી જોઈએ જે લોકશાહી અને બાબા સાહેબ આંબેડકરના બંધારણનું સન્માન કરતી હોય.”

સાથે જ રાઘવે કહ્યું, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં સીટ વહેંચણી પર ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં શું ચર્ચા થશે અને શું રણનીતિ ઘડવામાં આવશે તે બેઠક બાદ વિગતવાર જણાવવામાં આવશે.

Most Popular

To Top