National

કેજરીવાલને કેન્દ્રનો આંચકો: મોદી સરકારે ડોર ટુ ડોર રેશન યોજના પર પ્રતિબંધ મૂક્યો

મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના (Mukhya Mantri Ghar Ghar Ration Yojna) અંતર્ગત દિલ્હીની અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) સરકારને કેન્દ્ર (Central govt)તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે કેજરીવાલ સરકારની મહત્વાકાંક્ષી ડોર ટુ ડોર રેશન યોજના પર પ્રતિબંધ (ban) મૂક્યો છે. આ યોજનાનો એક અઠવાડિયા પછી અમલ થવાનો હતો. 

કેજરીવાલ સરકાર દ્વારા અમલી બનેલી આ યોજના અંતર્ગત દિલ્હીના દરેક ઘર સુધી રેશન લેવાની યોજના હતી. જણાવી દઈએ કે રેશન યોજનાના નામ અંગે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ઝગડો થયો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે 72 લાખ લોકોને તેમના ઘરો સુધી અનાજ પહોંચાડવાની યોજના બનાવી હતી. દિલ્હી સરકારના સૂત્રોના હવાલેથી મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે “કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી આપવામાં આવી નથી, તેથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.” અગાઉ કેન્દ્ર સરકારે રેશન યોજનાના નામ પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવે છે. જેમાં કોઈ પણ ફેરફાર ફક્ત સંસદ દ્વારા થઈ શકે છે, રાજ્ય દ્વારા નહીં. તેથી, દિલ્હી સરકાર ન તો આ યોજનાનું નામ બદલી શકે છે અને ન તો તેને કોઈ બીજા સાથે જોડી શકે છે.

અરવિંદ કેજરીવાલ સરકાર 25 માર્ચે આ યોજનાને લાગુ કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કેન્દ્રના વાંધાના કારણે તે શક્ય થઈ શક્યું નહીં. આ પછી, દિલ્હી સરકારે આ યોજનાનું નામ બદલીને ઘરેલુ રેશન યોજના રાખ્યું. આ યોજના હેઠળ ઘઉંને બદલે લોટ અને ભાતનાં પેકેટ આપવાની યોજના હતી. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે ડોર-ટુ-ડોર રેશન યોજના શરૂ થયા પછી લોકોને રેશનની દુકાન પર આવવાની જરૂર નથી. સરકારે કહ્યું કે, જો કોઈને 25 કિલો ઘઉં, 10 કિલો ઘઉં અને 10 કિલો ચોખા, 25 કિલોના પેકિંગમાં ઘઉં અથવા લોટની એક થેલી અને 10 કિલો ચોખાની જરૂર હોય તો તેના ઘરે પહોંચાડવામાં આવશે.

આ યોજના અંતર્ગત દિલ્હીના દરેક ઘર સુધી રેશન પહોંચાડવાનું હતું. કેજરીવાલ સરકારની આ યોજનાથી દિલ્હીમાં 72 લાખ લોકોને ફાયદો થયો હોત. મુખ્યમંત્રી કાર્યાલયએ કહ્યું કે એલજીએ બે કારણો દર્શાવીને ફાઇલને નકારી કાઢી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવામાં આવી નથી. તેથી પ્રતિબંધ. યોજનાના પ્રતિબંધ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે સવારે 11 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે.

Most Popular

To Top