નવી દિલ્હી: દિલ્હીના (Delhi) પ્રખ્યાત ગીતિકા શર્મા (Geetika Sharma) આત્મહત્યા કેસના (Suicide case) આરોપી હરિયાણાના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોપાલ કાંડાને (Gopal Kanda) કોર્ટે નિર્દોષ (Innocent) જાહેર કર્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં મંગળવારે પોતાનો ચુકાદો આપતાં અન્ય આરોપી અરુણા ચઢ્ઢાને (Aruna Chadha) પણ નિર્દોષ જાહેર કર્યા છે. 5 ઓગસ્ટ, 2012 ના રોજ ગીતિકા શર્મા જે ગોપાલ કાંડાની એરલાઇન્સમાં એર હોસ્ટેસ હતી તેણે તેના અશોક વિહારના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટમાં ગીતિકાએ આ પગલું માટે કાંડા અને તેની MDLR કંપનીમાં વરિષ્ઠ મેનેજર અરુણા ચઢ્ઢાને જવાબદાર ઠરવ્યા હતા.
ગીતિકાએ સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?
ગીતિકાએ પોતાની બે પાનાની સુસાઈડ નોટમાં ગોપાલ કાંડા અને અરુણા ચઢ્ઢાને દોષી ઠેરવ્યા હતા. તેણે લખ્યું હતું કે આજે હું મારી જાતને ખતમ કરી રહી છું કારણ કે હું અંદરથી તૂટી ગઈ છું. મારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, મારી સાથે દગો કરવામાં આવ્યો છે. મારા મૃત્યુ માટે બે લોકો ગોપાલ કાંડા અને અરુણા અરુણા ચઢ્ઢા જવાબદાર છે. બંનેએ મારો વિશ્વાસ તોડ્યો અને પોતાના ફાયદા માટે મારો ઉપયોગ કર્યો છે. આ લોકોએ મારું જીવન બરબાદ કર્યું અને હવે આ લોકો મારા પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ખોટા કામ માટે આ બંનેને સજા મળવી જોઈએ.
કાંડા 18 મહિના જેલમાં હતો
આ કેસમાં કાંડાને 18 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. માર્ચ 2014માં તેને આ કેસમાં જામીન મળ્યા હતા. ગીતિકાની આત્મહત્યાના લગભગ 6 મહિના બાદ ગતિકાની માતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાના મૃત્યુ માટે ગોપાલ કાંડાને જવાબદાર ઠરાવ્યા હતા. ગોપાલ કાંડા હાલમાં તેમની પાર્ટી હરિયાણા લોકહિત પાર્ટીના સિરસાથી ધારાસભ્ય છે. આ કેસ થયો ત્યારે ગોપાલ કાંડા હરિયાણાના મોટા નેતા અને બિઝનેસમેન હતા. ત્યારપછી તેઓ ભૂપિન્દર સિંહ હુડ્ડાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારમાં રાજ્યના ગૃહમંત્રી હતા. તેમણે શહેરી સંસ્થાઓ, ઉદ્યોગો અને વાણિજ્યના પોર્ટફોલિયો પણ સંભાળ્યા હતા.