Gujarat

અમદાવાદમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ‘નશાયુક્ત પદાર્થોથી મુક્ત ભારત’ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર: આર્ટ ઓફ લિવિંગ (Art of Living) દ્વારા વર્ષના સૌથી મોટા કાર્યક્રમોમાંના એક – ‘નશાયુક્ત પદાર્થોથી મુક્ત ભારત’ ચળવળના ગુજરાતમાં (Gujarat) અભિયાનનો પ્રારંભ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલ તા. 15મી માર્ચ વિજ્ઞાન ભવન સાયન્સ સીટી અમદાવાદ ખાતે થશે.

આર્ટ ઓફ લિવિંગના સુત્રોએ જણાવ્યું હતુ કે છેલ્લા પંદર વર્ષથી નશીલા પદાર્થોના પડકાર સામે લડત આપતું આવ્યું છે. પરિણામે ૨૫,૦૦૦ કરતાં વધારે જિંદગીઓને લાભ મળ્યો છે, અને ૬૦ ટકા કરતાં વધારે લોકો સાજા થયા છે, જે સરેરાશ કરતાં બમણો દર દર્શાવે છે. ૨૦૧૯માં આર્ટ ઓફ લિવિંગે પંજાબના હિસ્સારથી નશામુક્તિ અભિયાનની શરુઆત કરી હતી. આ પ્રકારના પરિવર્તનમાં પ્રેરણા આપવા અત્યાર સુધી આ અભિયાનમાં વિવિધ ક્ષેત્રોની અનેક પ્રભાવશાળી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા કલાકારોનો પણ જોડાશે.

અમદાવાદમાં આ પ્રકારના સૌ પ્રથમવાર આયોજિત અભિયાન કાર્યક્રમમાં નશાયુક્ત પદાર્થોના વધી રહેલા પડકાર સામે એક સંયુક્ત લડતમાં હજારો ‘Say no to drugs’ (નશાયુક્ત પદાર્થો નહીં લઈએ), ‘ना करेंगे,ना करने देंगे’ ની પ્રતિજ્ઞા લેશે. પદાર્થો નહીં લઈએ), આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રખ્યાત કલાકારો ૫૦૦૦ કરતાં વધારે યુવા નેતાઓ સાથે સંકળાશે અને તેમને નશામુક્ત ભારતના લક્ષ્ય માટે પ્રેરિત કરશે.

Most Popular

To Top