Gujarat

ભાગી છૂટેલા ITના અધિક કમિ. કરનાનીના આગોતરા રદ, મદદ કરનાર આસી. કમિ.ની ધરપકડ

અમદાવાદ: રૂપિયા 30 લાખની લાંચના કેસમાં નાસતા ફરતા અમદાવાદના (Ahmedabad) અધિક કમિશ્નર સંતોષ કરનાનીને મળેલા આગોતરા જામીન રદ કરી દીધા છે એટલું જ નહીં , આાગમી ચાર દિવસની અંદર સીબીઆઈ (CBI) સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

અમદાવાદના આશ્રમરોડ પર આવેલા આવકવેરા વિભાગ મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડિશનર કમિશનર સંતોષ કરનાનીએ 30 લાખ રૂપિયા લાંચ અમદાવાદના બિલ્ડર પાસે માંગી હતી. આ રકમ એસજી હાઈવે પર આવેલી એક આંગડિયા પેઢીમાં જમા કરાવવામાં આવી હતી. તા.4થી ઓકટો.ના રોજ જયારે એસીબી તેમને પકડવા આયકર ભવનની ઓફિસે ગઈ ત્યારે તેઓ આયકર ભવનમાંથી મોટો હોબાળો કરીને નાસી છૂટયા હતા. કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય મુજબ , સીબીઆઈએ ગત વર્ષ 12 ઓક્ટોબર 2022ના રોજ એડિશનલ કમિશનર, અમદાવાદ વિરુદ્ધ 30 લાખ રૂપિયાની લાંચ લેવાનો ગુનો દાખલ કર્યો હતો.

આ કેસમાં IRS સંતોષ કરનાનીને CBI કોર્ટ દ્વારા ભાગેડુ પણ જાહેર કરાયા હતા. તેમને શોધવા માટે સીબીઆઈ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેમને વોન્ટેડ જાહેર કરવાની સાથે સાથે રૂપિયા એક લાખના ઈનામના પોસ્ટર્સ પણ જાહેર કર્યા હતા.

આસી. કમિ. વિવેક જોહરીએ કરનાની દ્વારા આપવામાં આવેલા બે મોબાઈલ ફોન નદીમાં ફેંકી દીધા હતા
બીજી તરફ 30 લાખની લાંચના કેસમાં નાસતા ફરતાં અધિકર કમિશ્નર સંતોષ કરનાનીને ભાગી છૂટવામાં મદદગારી કરવાના કેસમાં આજે સીબીઆઈની ટીમે અમદાવાદના આયકર ભવનના આસી આયકર કમિશ્નર વિવેક જોહરીની ધરપકડ કરી લીધી છે. જયારે એસીબીની ટીમ આયકર ભવનમાં સંતોષ કરનાનીને ઝડપી લેવા આવી તે વખતે તેમણે પોતામની ચેમ્બરની અંદર જ મોટો હોબાળો મચાવી દીધો હતો.

તે વખથે આયકર આસી કમિશ્નર વિવેક જોહરીએ તેમને નાસી છૂટવામાં મદદ કરી હતી. એટલું જ નહીં , અધિક આયકર કમિશ્નર સંતોષ કરનાનીએ આપેલા બે ફોન વિવેક જોહરીએ સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા. સીબીઆઈની ટીમે કેટલાંક ડુબકી લગાવનાર નિષ્ણાંતોની મદદ તેમજ સોનાર ટેકનોલોજીની મદદ વડે રિમોટ સાથેના ઉપકરણો નદીમાં ઉતાર્યા હતા. જેના પગલે નદીમાં ફેંકી દીધેલા મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા છે. વિવેક જોહરીને ધરપકડ બાદ તેમને સ્પે. કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટે તેમને આજના દિવસ પુરતા રિમાન્ડ પણ આપ્યા હતા.

Most Popular

To Top