દેશમાં ઇન્ડિગો એરલાઇન્સની કટોકટી સતત સાતમા દિવસે પણ જોવા મળી છે. સ્ટાફની અછત અને ઓપરેશનલ ગડબડને કારણે આજે 8 ડિસેમ્બર સોમવારે પણ લગભગ 300 જેટલી ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. જેના કારણે એરપોર્ટ પર મુસાફરોનો મોટો હંગામો જોવા મળ્યો. ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં આવો મોટાપાયે વિક્ષેપ અત્યંત દુર્લભ છે.
કયા એરપોર્ટ પર કેટલા ફ્લાઇટ્સ રદ?
દિલ્હી અને બેંગ્લુરુ એરપોર્ટ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે.
- દિલ્હી એરપોર્ટ: 134 ફ્લાઇટ્સ રદ (75 પ્રસ્થાન, 59 આગમન)
- બેંગ્લુરુ એરપોર્ટ: 127 ફ્લાઇટ્સ રદ
- અમદાવાદ: 20 ફ્લાઇટ્સ રદ
- વિશાખાપટ્ટનમ: 7 ફ્લાઇટ્સ રદ
મુંબઈ, કોલકાતા સહિત અન્ય મુખ્ય એરપોર્ટ પર પણ વિક્ષેપ નોંધાયો.
આજે સોમવારે સવારે 9:30 સુધીમાં 289 ફ્લાઇટ્સ રદ થવાની સત્તાવાર પુષ્ટિ મળી હતી. તેમજ ગઈ કાલે રવિવારે 650થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી. જ્યારે બે દિવસ પહેલા આ આંકડો 1,000 થી પણ વધુ હતો.
કટોકટીનું મુખ્ય કારણ શું?
ઇન્ડિગોના જણાવ્યા પ્રમાણે નવી FDTL (Flight Duty Time Limit) નિયમો જે પાઇલટના રેસ્ટ ટાઈમ માટેના કડક નિયમો છે. જેને લીધે કોકપીટ ક્રૂની ભારે અછત થઈ રહી છે. જેના કારણે શેડ્યૂલ ધ્વસ્ત થયો અને મોટી પ્રમાણમાં ફ્લાઇટ્સ રદ તથા વિલંબ થઈ રહી છે.
સરકારનો હસ્તક્ષેપ અને મોટા પગલાં
સરકારે કડકાઈ દાખવી અને ઇન્ડિગોને અલ્ટીમેટમ આપ્યું ત્યારબાદ,
- એરલાઇન્સે રૂ 610 કરોડથી વધુના રિફંડ જારી કર્યા
- શનિવાર સુધી 3,000 મુસાફરોનું સામાન પહોંચાડ્યું
- DGCA એ CEO પિટર એલ્બર્સ અને મેનેજરને કારંદર્શક નોટિસ આપી
- હવાઈ ભાડા મર્યાદા અને ઝડપી રિફંડ પ્રક્રિયા જેવા પગલાંની સૂચના આપવામાં આવી
સ્થિતિ ક્યારે સામાન્ય થશે?
અનુમાન છે કે 10 ડિસેમ્બર સુધી કામગીરી કેટલીક અંશે સામાન્ય થઈ શકે પરંતુ હાલ કટોકટી યથાવત છે.
એરપોર્ટની સલાહ
દિલ્હી એરપોર્ટે મુસાફરોને ઘરેથી નીકળતા પહેલાં ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવાની વિનંતી કરી છે અને જરૂરી સહાય માટે ઇન્ફર્મેશન કાઉન્ટર પર સંપર્ક કરવાની સલાહ આપી છે.