Trending

કાર અકસ્માત બાદ પ્રથમ વખત સામે આવ્યા anurag dobhal

હોસ્પિટલમાંથી લખી ભાવુક પોસ્ટ , “આજે હું અનાથ છું”

લોકપ્રિય યૂટ્યુબર અને સોશિયલ મીડિયા સ્ટાર anjragdobhal , જેને ‘UK 07 રાઇડર’ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ કાર અકસ્માત પછી પ્રથમ વખત જાહેરમાં આવ્યા છે. હોસ્પિટલમાંથી તેમણે પોતાની હાલત વિશે અપડેટ આપતા એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જે તેમના શારીરિક સ્વાસ્થ્ય સાથે તેમની માનસિક સ્થિતિ પણ દર્શાવે છે.

અનુરાગે ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના બેડ પરની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે તેમને ક્યારેય લાગ્યું નહોતું કે તેઓ આ હાલતમાંથી જીવતા બહાર આવી શકશે. અકસ્માત દરમિયાન તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ હવે તેઓ ખતરા બહાર છે અને ICUમાંથી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

અકસ્માત બાદ ભાવુક થયા અનુરાગ : અનુરાગે પોતાના સંદેશમાં જણાવ્યું કે જે માર્ગ પર તેઓ ગયા હતા, ત્યાંથી પાછા ફરવું લગભગ અશક્ય લાગતું હતું, પરંતુ આ તેમના માટે ચમત્કાર સમાન સાબિત થયું. તેમણે પોતાને ‘અનાથ’ ગણાવતા કહ્યું કે આજે તેઓ ખૂબ એકલા અનુભવે છે. આગળ શું થશે તેની તેમને ખબર નથી, પરંતુ તેઓ આ ક્ષણને પોતાનો બીજો જન્મ માને છે. તેમણે લખ્યું કે કદાચ ભગવાને તેમના માટે કંઈ ખાસ આયોજન કર્યું હશે, તેથી જ તેમને નવી જિંદગી મળી છે. આ અનુભવે તેમને જીવન પ્રત્યે નવી દૃષ્ટિ આપી છે.

ઈશ્વર પર છોડી દીધું બધું : પોસ્ટના અંતમાં અનુરાગે તેમના તમામ ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો, જેમણે મુશ્કેલ સમયમાં તેમની માટે પ્રાર્થના કરી. તેમણે જણાવ્યું કે હવે તેઓ સુરક્ષિત છે અને ICUમાંથી બહાર આવી ગયા છે. અંતમાં તેમણે લખ્યું કે હવે તેમણે પોતાની જિંદગી સંપૂર્ણ રીતે ઈશ્વરના ભરોસે છોડી દીધી છે. ચાહકોની દુઆઓ અને સપોર્ટને કારણે તેમને આ નવી તક મળી હોવાનું તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે.

Most Popular

To Top