World

વધુ એક જહાજ ‘જગ લાડકી’ 80,886 MT ક્રૂડ ઓઇલ સાથે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું

ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને ક્રૂડ ઓઇલ લઈને આવતું ભારતીય ટેન્કર ‘જગ લાડકી’ સુરક્ષિત રીતે Mundra Port હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા બંદરે આવી પહોંચ્યુ છે. આ જહાજ વિશાળ ક્ષમતા ધરાવે છે અને દેશની રિફાઈનરીઓ માટે જરૂરી ક્રૂડ સપ્લાય જાળવવામાં મદદરૂપ બનશે. અગાઉ પણ LPG ભરેલા ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ જેવા જહાજો સફળતાપૂર્વક ભારતમાં પહોંચી ચૂક્યા છે, જે દર્શાવે છે કે ભારત સતત સપ્લાય ચેઇન જાળવવામાં સફળ રહ્યું છે. આ ભારત માટે એક મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવી રહી છે; ત્રણ જહાજો સફળતાપૂર્વક ભારતમાં પહોંચ્યા છે. આ માટે ભારતના ધીરજવાન રાજદ્વારી પ્રયાસો અને ઈરાન સહિત આ ક્ષેત્રના તમામ દેશો સાથેના અત્યંત સૌહાર્દપૂર્ણ સંબંધોને આભારી છે. ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની વાતચીત પછી આ મોટી સફળતા મળી છે. જગ લાડકી એ 28 ભારતીય જહાજોમાંથી ચોથું જહાજ છે જે છેલ્લા બે અઠવાડિયાથી યુદ્ધગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા હતા.

વિવિધ દેશો સાથેના સકારાત્મક સંબંધો અને સંકલનના કારણે જ આવા સંવેદનશીલ સમયમાં પણ તેલ સપ્લાય અવિરત રાખવામાં આવી રહ્યો છે. મહત્વનું એ છે કે આ જહાજમાં રહેલા 22 ભારતીય ખલાસીઓ પણ સુરક્ષિત રીતે મુન્દ્રા બંદર પર પહોંચ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં હોર્મુઝ વિસ્તારમાં ફસાયેલા ભારતીય જહાજોમાંથી આ એક મહત્વપૂર્ણ જહાજ હતું. વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ વિક્ષેપ ક્રૂડ ઓઇલના ભાવ પર સીધી અસર કરે છે. હાલના સંજોગોમાં ભાવમાં તેજી પણ નોંધાઈ છે, પરંતુ આવા શિપમેન્ટ ભારત માટે ઊર્જા પુરવઠાને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

Most Popular

To Top