SURAT

સુરત પોલીસ ઊંઘતી રહી અને વડોદરા પીસીબી આવીને આરોપીને પકડી ગઈ

સુરત : સુરત(Surat) હાલમાં ગુજરાત(Gujarat)જ નહીં પરંતુ દેશમાં આઇપીએલ(IPL) જેવા સટ્ટા(Speculation)નુ હબ બની ગયું છે. હાલમાં જયારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેરમાં ઉપરા છાપરી દરોડા કરીને આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તેમાં વધુ એક શહેર પોલીસનુ નાક કાપતી ઘટના ઘટી છે. બરોડા ખાતેથી 7 કરોડના પકડાયેલા સટ્ટા કાંડમાં મુખ્ય આરોપી સુરતના હોવાની વિગત જાણવા મળી છે. સુરતમાંથી આ આરોપીઓની ધરપકડ બરોડા પીસીબીએ કરી છે.

  • સુરત પોલીસ હજુ પણ સટોડિયાઓ સુધી પહોંચી શકી નથી જયારે વડોદરા પોલીસે સુરતમાં ઓપરેશન પાર પાડ્યું
  • આઇપીએલના સાત કરોડનો સટ્ટા કાંડનો વધુ એક બૂકી સુરતનો નીકળ્યો

બરોડામાં સીતેર જેટલા લોકો પાસેથી સાત કરોડનો સટ્ટા કાંડ આઇપીએલમાં બરોડા પીસીબીએ ઝડપી પાડયો હતો. સુરતમાંથી મોહમંદ આલમ આ સટ્ટો ચલાવતો હોવાની વિગત જાણવા મળી છે. સુરતમાં જે રીતે સટ્ટા કાંડ ચાલી રહ્યો છે તે મામલે શહેર પોલીસ દ્વારા હજુ કોઇ કાર્યવાહી થઇ રહી છે કે નહીં તે ની સામે પ્રશ્નાર્થ છે કેમકે બરોડા પીસીબી સુરતમાં આવીને શહેર પોલીસનુ નાક કાપી ગઇ છે

વડોદરા પીસીબી દ્વારા પકડવામાં આવેલા સુરતના આરોપી
(૧) મોહંમદઆલમ ઝુબેર પટણી (ઉ.વ.૨૮ રહે, ૧૩૩૫ વરીયાવી બજાર, મદારીવાડ, રફાઇબાગ પાછળ સુરત શહેર)
(૨) સલમાન સીરાજ નુરાની (ઉ..વ ૨૭ રહે, એચ-૩૦૨ આશિયાના કોમ્પલેક્સ અડાજણ પાટિયા શાલીમાર સોસાયટી પાસે રાંદેર સુરત શહેર )
(૩) અબ્દુલકાદીર મહંમદબસીર ડાંગરા (ઉ.વ. ૨૭ રહે, ૨૬ ગંગાસાગર સોસાયટી અડાજણ પાટિયા, ન્યુ રાંદેર સુરત શહેર)

ડી-માર્ટમાંથી ઘીની ચોરી કરતો યુવક પકડાયો
સુરત : સરથાણા ડી-માર્ટમાં ખરીદી કરવાના બહાને આવીને સુમુલના ઘીની ચોરી કરનાર યુવકને પોલીસે પકડી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કોઝવે રોડ ઉપર જમના પાર્ક સોસાયટીમાં રહેતા મેહુલ જેન્તી વરિયાએ સરથાણા પોલીસમાં સુમુલના 1 લીટર ઘીની ચોરી કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ડી-માર્ટનાં સીસીટીવી ફૂટેજ ચેક કરી કમલેશ નામના યુવકને પકડી પાડ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આ કમલેશ અને તેની સાથે આવતી એક મહિલાએ અગાઉ જાન્યુઆરી મહિનામાં અડાજણના ડી-માર્ટ તેમજ સરથાણામાં પણ ચોરી કરી હતી. મહિલા ચોરી કરતી હોય ત્યારે કમલેશ કેમેરાની આડે ઊભો રહી જતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ તો પોલીસે કમલેશની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top