અંકલેશ્વર,ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar)પીરામણ ગામ ખાતે આઝાદ રોલીગ શટર્સના સંચાલક પાસે રૂ.૧ લાખની ખંડણી(Ransom) માંગી હોવાથી અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસમથકમાં (police) ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે પીરામણ ગામના ત્રણ ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના હવા મહેલ સોસાયટી ખાતે મહંમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણ આઝાદ રહીને રોલીગ શટર્સનો વ્યવસાય કરી રહ્યા છે. જેમની પાસે ગત તા.૧ ઓક્ટોબરના રોજ પીરામણ ગામના ત્રણ રાજકીય અને RTI એક્ટિવિસ્ટ અનસ સલીમ નાના બાવા, અલ્તાફ ઐયુબ ઉનીયા, સાદ અહમદ ટેલરે આવીને તમારી આ જગ્યા બિન ખેતીની નથી તમે ગેરકાયદે રીતે આઝાદ રોલીગ શટર્સનો વ્યવસાય કરી રહ્યા હોવાનું જણાવી ધંધો કરો છો. ધંધો કરવો હોય તો રૂ.૧ લાખ આપો નહીં તો ધંધો બંધ કરવાની ધમકી આપીને ગાળાગાળી કરી હતી.
- RTI એક્ટિવિસ્ટના નામે ત્રણ ઈસમે ખંડણી માંગ્યાની ફરિયાદ
- પોલીસે ત્રણેયને દબોચીને પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં
માંગેલા રૂપિયા કેમ આપતા નથી? તેમ કહી ગાળાગાળી કરી માર માર્યો
જે બાદ મહંમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણના નાના ભાઈ ગભરાઈ જતાં તેઓએ ગલ્લામાં રહેલા ૫૦ હજાર રૂપિયા કાઢીને નાના બાવાને આપી દીધા હતા. ત્યારબાદ ત્રણે ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા. જો કે, થોડા દિવસો બાદ મહંમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણ, પીરામણ રોડ ગડનાળા પાસેથી ઘરે જઈ રહ્યા હતા. એ સમયે ત્રણે ઈસમે ફિલ્મી ઢબે પીછો કરી તેમને રોકીને તમે અમે માંગેલા રૂપિયા કેમ આપતા નથી? તેમ કહી ગાળાગાળી કરી માર માર્યો હતો. જો કે, રોડ પર અન્ય લોકો જતાં હોવાથી ત્રણેય ફરાર થઇ ગયા હતા. મારના ડરથી ૨૦ દિવસ બાદ તેઓએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અંકલેશ્વર પીઆઇ આર.એચ.વાળા અને પીએસઆઈ એ.એસ.ચૌહાણની ટીમે ત્રણેય આરોપીને દબોચી લઈને પાંચ દિવસનાં રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે.