Dakshin Gujarat

અંકલેશ્વરના સારંગપુરથીની ગુમ થયેલી બે સગી બહેનો પૂનાથી મળી આવી

ભરૂચ : અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના સારંગપુર ગામેથી રાત્રિના સમયે ગુમ (missing) થયેલી બે સગી બહેનો મહારાષ્ટ્રના પૂનાથી (Pune) મળી આવી આવી છે. ત્યાંની પોલીસ (Police) આ બાળકીઓને તેમના માતા-પિતાને સોંપશે. આ બંને બહેનો કઈ રીતે ત્યાં સુધી પહોંચી અને શા માટે પહોંચી તેનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી.

અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતાં મોહંમદ રાજુખાંની ૧૪ વર્ષની પુત્રી તોફાખાતુન અને ૧૩ વર્ષની પુત્રી રહેમતીખાતુન દુકાનેથી ઘરે જવા માટે નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. બંનેની શોધખોળ કર્યા પછી પણ તે મળી નહીં આવતા અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ પણ સક્રિય થઈને ST ડેપો, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં Lલાપતા બહેનોની તલાશ કરતા છતાં ન મળતા આખરે પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

જોકે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બંને બહેનો પૂના ખાતેથી મળી આવી છે. આ બંને બહેનોનો કબજો મહારાષ્ટ્રની સ્થાનિક પોલીસે લીધો છે. આ બંનેનો કબજો તેના માતા પિતાને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે બંને સગીરા હોવાથી છેક પૂના સુધી કઈ રીતે પહોચી અને કોઈ અપહરણ કર્યું કે નહિ એનો ભેદ હજુ જાણી શકાયું નથી.

ભૂલા પડેલા બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી નેત્રંગ પોલીસ
ભરૂચ : નેત્રંગમાં ભૂલા પડી ગયેલા બે બાળકનું મિલન પોલીસે પરિવાર સાથે કરાવ્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશનના PSI કે.એન.વાઘેલા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે સમયે નેત્રંગના જીનબજારમાં બે બાળકો ભૂલા પડી ગયા છે અને નોંધારી હાલતમાં ફરી રહ્યાં છે. આ જાણકારી મળતા તેઓ બંને બાળક પાસે પહોંચ્યા હતાં. જ્યાં તેમની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળતાં બંનેને નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવી હતી. આ બંનેના ફોટા પાડી સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ કરવામાં આવ્યા હતાં. તેમ છતા પણ કોઇ સગનડ નહી મળતાં જુદી જુદી ટીમ બનાવીને તપાસ કરવામાં આવતા કાંટીપાડા રોડ પર આવેલી કવોરી પાસે બાળકો રહેતા હોવાની માહિતી મળતા પોલીસ વિભાગ ત્યાં પહોંચી ગઈ હતી.ત્યાં મહારાષ્ટ્રના દાદા રૂપસિંગભાઈ દુરજીભાઈ વસાવે પૂછતા અને ફોટો બતાવતા બંને બાળકો મારા પૌત્રો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેના દાદાને પોલીસ સ્ટેશન લઇ આવીને સુખદ મિલન કરાવ્યું હતું.

Most Popular

To Top