અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટને (Ankleshwar-Hansot) જોડતા 14 ગામના વિવિધ માર્ગોના (Road) નિર્માણની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને પગલે 22.90 કરોડ રૂપિયા ખર્ચે નિર્માણ પામશે. વિવિધ ગામોના આંતરિક માર્ગો અને ગામને જોડાતા તેમજ ખેતરોના જતા માર્ગોની મંજૂરી મળતાં ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
- ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને પગલે 22.90 કરોડ રૂપિયા ખર્ચે વિવિધ માર્ગો નિર્માણ પામશે
- ગામને જોડતા તેમજ ખેતરે જતા માર્ગોની મંજૂરી મળતાં ગ્રામજનોમાં ખુશીની લહેર
અંકલેશ્વર-હાંસોટ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા તાલુકાના 14 જેટલાં ગામોના આંતરિક માર્ગોની રજૂઆત રાજ્ય સરકારમાં કરી હતી. નોન પ્લાન રસ્તાનાં કામો અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશ પંચાલ 14 ગામના આંતરિક માર્ગોની અંદાજિત 22.90 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપી હતી.
અંકલેશ્વર-હાંસોટ તાલુકામાં તરિયા ગામે 90 વિંધાની ખાડીથી કોયલીને જોડતા 140 લાખ રૂપિયાનો માર્ગ, ઉટિયાદરા કેનાલ પરથી મહુવેજ નર્સરીને જોડાતો 200 લાખ રૂપિયાનો માર્ગ, નાંગલથી મોટવાણ 5650 નહેરને ઓળતા 145 લાખનો માર્ગ, હરિપુરાથી સક્કરપોરને જોડાતા 160 લાખ રૂપિયાનો માર્ગ, નેશનલ હાઇવે તાપીથી દિનેશ મિલ કાપોદ્રાને જોડાતો 50 લાખ રૂપિયાનો માર્ગ, સામ્રાજ્ય સોસાયટી સ્ટેટ હાઇવેથી ગડખોલ ગામને જોડતો 75 લાખ રૂપિયાનો માર્ગ, સ્કાય સિટીથી દિવા ગામને જોડતો રોડ 150 લાખના ખર્ચે, ધંતુરિયાથી મોઠિયાને જોડાતા 220 લાખ રૂપિયા માર્ગ, સાહોલથી આસરમાને જોડાતા 240 લાખ રૂપિયાનો માર્ગ, કાંટા સાયણથી વાલનેર પાટિયા જોડાતો 180 લાખ રૂપિયાનો માર્ગ, કુરદારાથી અણીયાદરાને જોડાતો 280 લાખ રૂપિયાનો માર્ગ, મોઠિયાથી શેરને જોડાતો 130 લાખનો માર્ગ તેમજ સુણેવકલ્લાથી વાલનેરને જોડતો રોડ 200 લાખના ખર્ચે નિર્માણ કરવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અંદાજિત 22.90 કરોડના ખર્ચે મજૂરી આપવામાં આવી છે. બને તાલુકાના 14થી વધુ ગામોના આંતરિક રસ્તાને મંજૂરી મળતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.