અંક્લેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના જૂના કાંસિયા ગામના માછીમારી (Fishing)કરતા યુવાનની જાળમાં એક દુર્લભ પ્રકારની માછલી (A Rare Fish) ફસાઈ ગઈ હતી. જાણકારોના મતે આ માછલી અમેરિકન પ્રજાતિની (American species) સકરમાઉથ કેટફિશ (Catfish) હોવાનું કહેવામાં આવી રહ્યું છે.અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામના યુવાન અને નદીના પાણીમાં માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કમલેશ વસાવા તેના સાથી મિત્રો સાથે નર્મદા નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા, જોકે તેમની જાળમાં ફસાયેલી માછલીઓની સાથે એક દુર્લભ માછલી પણ ફસાઈ હતી.
માછલી સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી સકરમાઉથ કેટફીશ છે
પ્રથમ નજરે આ માછલીને જોતા તેઓને ભારે કુતૂહલ સર્જાયું હતું, કારણ કે આ પ્રકારની માછલી નર્મદા નદીમાં જોવા મળતી નથી.જાણકારોના મતે આ માછલી સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકરમાઉથ કેટફીશ છે. નદીમાં નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન અને સાઉથ એશિયા સુધીમાં જોવા નથી મળતી. અજીબ પ્રકારના મોં વાળી માછલી સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં હજારો કિલોમીટર દૂર મળનારી સકર માઉથ કેટફિશ જેવી જ લાગી રહી છે. અગાઉ પણ ગંગા નદીમાંથી આ પ્રકારની માછલી મળી આવી હતી. સકર માઉથ કેટફિશ ઘણા રંગોમાં મળી શકે છે.જોકે આ માછલી માંસાહારી છે અને આસપાસ જીવજંતુઓને ખાઈને જીવે છે. આ જ કારણે તે મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી.
જાળ માંથી મુક્ત કરીને સુરક્ષિત પાણીમાં છોડી દીધી
આ અંગે કમલેશ વસાવાએ જણાવ્યુ હતું કે નર્મદા નદીમાં જળસ્તર વધવાના કારણે માછીમારી દરમિયાન આ અજીબ પ્રકારની માછલી મળી આવી હતી, જેને જાળ માંથી મુક્ત કરીને સુરક્ષિત પાણીમાં છોડી દીધી હતી.ઉલ્લેખનીય છે કે જો સકર માઉથ કેટફિશ સાઉથ અમેરિકા ની એમેઝોન નદીમાં મળી આવે છે, અને આગાઉ ગંગા નદીમાં મળી હતી,અને હવે નર્મદા નદીમાં મળી આવતા સૌને કુતુહલ સર્જાયું છે કે નર્મદા નદીમાં આ માછલી આવી ક્યાંથી? આ પ્રશ્ને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.