ભારતની મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ રવિવારે એક ખાસ સિદ્ધિ મેળવીને ઓપન એરાના ઇતિહાસમાં કોઇ ગ્રાન્ડસ્લેમના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવનારી પાંચમી મહિલા ખેલાડી બની હતી. અંકિતાને અહીં સોમવારથી શરૂ થતી વર્ષની પહેલી ગ્રાન્ડસ્લેમમાં મહિલા ડબલ્,ના મુખ્ય ડ્રોમાં સ્થાન મળ્યું છે અને તેના કારણે તે કોઇ ગ્રાન્ડસ્લેમના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવનારી પાંચમી ભારતીય મહિલા ખેલાડી બની હતી.
અંકિતાએ રોમનિયાની મિહેલા બુઝારનેકુ સાથે ડબલ્સની જોડી બનાવી છે. અંકિતા પહેલા નિરુપમા માંકડ (1971), નિરુપમા વૈદ્યનાથન (1998), સાનિયા મિર્ઝા (2005) અને ભારતીય મુળની અમેરિકન ખેલાડી શિખા ઓબેરોય (2004) જ ભારત વતી કોઇ ગ્રાન્ડસ્લેમના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી શકી હતી. આ સાથે જ સાનિયા પછી અંકિતા એવી બીજી ભારતીય મહિલા ખેલાડી છે જે ગ્રાન્ડસ્લેમ ડબલ્સના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી શકી હોય.
અંકિતા મહિલા સિંગલ્સના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી શકી નથી પણ તેની પાસે પહેલા રાઉન્ડની મેચ પુરી થવા પહેલા સુધી લકી લુઝર તરીકે ક્વોલિફાઇ થવાની તક હજુ પણ છે.