મુંબઇ: ગતવર્ષે ડિસેમ્બરમાં (December) રિલીઝ થયેલી રણબીર કપૂરની (Ranbir Kapoor) ફિલ્મ ‘એનિમલ’એ (Animal) બોક્સ ઓફિસ (Box Office) પર જોરદાર કમાણી કરી હતી. કમાણી સાથે આ ફિલ્મે ઘણા નવા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે વિવાદ થયો હતો. તેમજ ફિલ્મની ટીકાઓ (Criticism) પણ થઈ હતી. તેમ છતાં સિનેમાઘરોમાં ફિલ્મ રસીયાઓની ભીડ ઉમટી હતી. આ ફિલ્મ હવે OTT પર રીલિઝ (Release) થઈ છે અને અહીં પણ તેને દર્શકોનો આવકાર મળ્યો છે. હાલ ઓટીટી ઉપર રિલીઝ થયા બાદ ફિલ્મે રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રિલીઝ સાથે રેકોર્ડ બનાવ્યો
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત અને રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંડન, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી જેવા સ્ટાર્સ અભિનીત ફિલ્મ ‘એનિમલ’ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તેની OTT રિલીઝને લઈને ઘણો હોબાળો થયો હતો. જો કે આ હોબાળા વચ્ચે દર્શકોએ ફિલ્મને ખૂબ જ સારી રીતે આવકારી છે. રિપોર્ટ્સ અનુસાર, ‘એનિમલ’ તેની રિલીઝના માત્ર ત્રણ દિવસમાં 20.8 મિલિયન કલાક જોવામાં આવી છે.
OTT પર ઘણા વ્યુ મળ્યા
Netflixના એક રિપોર્ટ અનુસાર નોન-અંગ્રેજી ફિલ્મ કેટેગરીની યાદીમાં ‘એનિમલ’ ચોથા નંબર પર છે. ‘એનિમલ’નો જોવાનો સમય 2 કરોડ 80 લાખ કલાકનો છે. આ ફિલ્મને 62 લાખ વ્યુઝ મળ્યા છે, એટલે કે લગભગ 62 લાખ લોકોએ મળીને 2 કરોડ 80 લાખ કલાક સુધી આ ફિલ્મ જોઈ છે.
રણબીરને ‘એનિમલ’ માટે એવોર્ડ મળ્યો
‘એનિમલ’ 1 ડિસેમ્બર 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શન 547.56 કરોડ રૂપિયા છે, જ્યારે વિશ્વભરમાં આ ફિલ્મે 895.40 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તાજેતરમાં જ ફિલ્મફેર એવોર્ડ્સમાં રણબીર કપૂરને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. હવે દર્શકો આ ફિલ્મ ‘એનિમલ પાર્ક’ની સિક્વલની રાહ જોઈ રહ્યા છે.