નવી દિલ્હી: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) ચિતૂરમાં શનિવારે સગાઈ માટે તિરૂપતિ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ (bus) ઊંડી ખીણમાં (Valley) ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કમકમાટીભર્યા મોત (Death) થયા અને 45થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી છે.
બસનું સંતુલન ગુમાવતા બસ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી
આ મામલો અનંતપુર જિલ્લાના ધર્માવરમનો છે, જ્યાં સગાઈ માટે શનિવારે લગભગ 50 લોકો બસ દ્વારા તિરુપતિ જઈ રહ્યા હતા. આ બસ તિરૂપતિ નજીકના વિસ્તારમાં પોતાનું સંતુલન ગુમાવી 100 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઈજાગ્રસ્ત લોકોને તિરુપતિની રૂયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ દુર્ધટનામાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ દુર્ઘટના અંગે પોલીસનો અહેવાલ
આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ તેઓને જણાકારી આપી હતી કે ઘટના સ્થળની ચારે બાજુ લોકોના શરીરના ટુકડા વિખરાયેલા જોવા મળ્યા હતા. પોલીસે આપેલી જાણકારી મુજબ એક ખાનગી બસ શનિવારે અનંતપુર જિલ્લાના ધર્માવરમથી તિરુપતિ જવા રવાના થઈ હતી. એક વળાંક પાર કરતી વખતે બસ ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યુ હતું અને બસ નીચે ખીણમાં પડી ગઈ હતી. આ બસ ખીણમાં પડતાં જ અનેક વૃક્ષો સાથે અથડાઈ હતી.
આ કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો
આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળએ ભેગા થઈ ગયા અને તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી. આ ઘટનાની જાણ થતાં રેસ્ક્યૂ ટીમ ત્યાં પહોચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પરતું રાતનો સમય હોવાથી અંધકાર અને ગાઢ જંગલને કારણે બચાવ કામગીરીમાં અવરોધો ઊભા થયાં હતાં.