Entertainment

અનંત-રાધિકાના લગ્નની વિધિઓ શરૂ, મામેરામાં પેટ્સના પણ અલગ અંદાજ જોવા મળ્યા

નવી દિલ્હી: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના (Wedding) બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. ત્યારે કપલના લગ્નની શરૂઆત ગરીબો અને વંચિતોના સમૂહ લગ્નથી થઇ હતી. ત્યારબાદ ગઇકાલે અંબાણી પરિવારે મામેરાની વિધિ કરી હતી.

ગઈકાલે 3જી જુલાઈએ અંબાણી પરિવારે પોતાના ઘર એન્ટિલિયામાં અનંત-રાધિકાના મામેરાની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. આ વિધિ કન્યાના મામા દ્વારા કરવામાં આવે છે. ગુજરાતી રીતિ-રિવાજ મુજબ આ કાર્યક્રમથી શુભ લગ્નની વિધિઓ શરૂ થાય છે. જેમાં કન્યાના મામા કન્યાને તેણીના લગ્ન માટે ઘરેણાં અને કપડાં ભેટમાં આપે છે અને પછી દંપતી તેમના આશીર્વાદ લે છે. ત્યારે આ પ્રસંગ દરમિયાન પેટ્સ પણ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

આ ઈવેન્ટ માટે અનંત અંબાણીના માતૃપક્ષના લોકો અલગ-અલગ અંદાજમાં આવ્યા હતા. જેમાં કેટલાક સબંધીઓ રિક્ષામાં આવ્યા હતા, જ્યારે કેટલાક વિન્ટેજ કાર અને સ્કૂટર પર આવ્યા હતા. આ ઈવેન્ટ માટે ખાસ કલર થીમ પણ રાખવામાં આવી હતી. થીમ મુજબ આ પ્રસંગમાં આવનારા મહેમાનોએ માત્ર પિંક અને ઓરેન્જ કલર કોડના કપડાં પહેરવાના હતા. ત્યારે ખાસ વાત તો એ છે કે ખાસ મહેમાનો સાથે અંબાણીના પ્રસંગમાં પાલતુ પેટ્સ પણ સુંદર અને ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. આ પેટ્સએ થીમ મુજબ ગુલાબી-ઓરેન્જ લહેંગા પહેર્યા હતા. ત્યારે ઉપસ્થિત લોકોની નજર આ શણગારેલા પાલતુ પેટ્સ ઉપર અટકી ગઇ હતી.

સેરેમનીના ફોટા અને વિડિયો ઓનલાઈન ખુબજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મામેરું સેરેમનીમાં રાધિકાએ મલ્ટીકલર લહેંગા પહેર્યો હતો. જેની સાથે તેણીએ સ્ટેટમેન્ટ જ્વેલરી અને સરસ રીતે બ્રેઇડેડ હેયર સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે જ ગ્રૂમ અનંત અંબાણીએ સેઈમ કલરના પાયજામા સેટ પહેરીને પોતાની બેટર હાફના મેચિંગના કપડા પહેર્યા હતા. મામેરામાં મુકેશ અંબાણી પરિવાર ઉપરાંત રાધિકાની મિત્ર જાહન્વી કપૂરે તેણીના બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે ઇવેન્ટમાં હાજીરી આપી હતી. ઓરીએ ઇવેન્ટની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.

અનંત રાધિકાના લગ્ન પહેલા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું
મુકેશ અંબાણના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ મામેરુ વિધિથી શરૂ થઈ હતી, પરંતુ તેના એક દિવસ પહેલા જ અંબાણીએ પાલઘરથી લગભગ 100 કિલોમીટર દૂર પાલઘર વિસ્તારમાંથી 50થી વધુ યુગલો માટે ‘સામૂહિક લગ્ન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન મુંબઈ પરિવારે કર્યું હતું. આ લગ્ન સમારોહ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં યોજાયો હતો. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ ફેરા લેશે અને લગ્ન જીવનની શરુઆત કરશે.

Most Popular

To Top