જામનગર: મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમજ આ પ્રસંગે ગઇકાલથી શરૂ થયેલા પ્રી વેડિંગ ઇવેન્ટમાં (Pre wedding event) અનંત અંબાણીએ હાર્ટ ટચીંગ સ્પીચ આપી હતી. અનંતે પોતાના માતા-પિતા સહિત પોતાની બેટર હાલ્ફ રાધિકા અને પોતાની બિમારીની વાત કરી હતી.
ગઇકાલની ઇવેંન્ટમાં અનંતે પોતાના જીવનની વાત કરતા કહ્યું હતું કે તેનું જીવન માત્ર ફુલોની ચાદર વાળું જ નથી રહ્યું. પરંતુ તેણે કાંટાળા પથનો પણ સામનો કર્યો છે. આ સાથે જ અનંતે પોાતાના માતા પિતા અને પોતાની બેટર હાફ રાધિકા મર્ચેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ અનંતની આ ભાવુક વાતો સાંભળી તેના પિતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અશ્રુધારા વહાવી હતી.
અનંતે સ્ટેજ પર કહ્યું- ‘છેલ્લા 4 મહિનાથી માતા રોજ 18-18 કલાક કામ કરતી હતી…’
કોકટેલ નાઈટ દરમિયાન અનંત અંબાણીએ ભાષણ આપ્યું હતું. તેણે કહ્યું- ‘મારી માતા છેલ્લા 4 મહિનાથી દરરોજ 18-18 કલાક કામ કરે છે. તમે અહીં જુઓ છો તે બધી વ્યવસ્થા મારી માતા દ્વારા કરવામાં આવી છે. મારા અને રાધિકાને આશીર્વાદ અને પ્રેમ આપવા જામનગર પધારનાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
અનંતે આગળ કહ્યું- ‘તમને અહીં મળીને અમે ખૂબ જ ખુશ છીએ. તેમજ જો તમને કોઈ અવ્યવસ્થા સર્જાઇ હોય, તો અમે તેના માટે માફી માંગીએ છીએ. મારા અને રાધિકા માટે આટલી મોટી ઈવેન્ટનું આયોજન કરવા બદલ હું મારા માતા-પિતા, ભાઈ-બહેન અને ભાભીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ તમામ સભ્યોએ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્રણ કલાકથી ઓછી ઊંઘ લીધી છે.
તમે પણ જાણો છો કે મારું જીવન એટલું સરળ નથી. નાનપણથી જ મને ઘણી બીમારીઓ થઈ છે. જોકે મારા પિતા અને માતાએ મને ક્યારેય અહેસાસ કરાવ્યો નથી કે હું બીમાર છું. તેમણે મને દરેક સમયે હિંમત આપી. અનંતની વાત સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા.
અનંતે રાધિકા માટે કહ્યું…
આ સાથે જ અનંતે પોતાની બેટર હાફની વાત કરતા કહ્યું હતું કે પાછલા 7 વર્ષોથી તેને રાધિકાની સાથે રહી એમ ફીલ થઇ રહ્યું છે કે તે રાધિકાને બસ ગઇ કાલે જ મળ્યો હોય. તેમજ અનંતે કહ્યું કે તેને રોજ રાધિકા સાથે પ્રેમ થતો હોય તેમ તે ફીલ કરે છે.
અનંત અંબાણીએ ઘણી બિમારીઓનો સામનો કર્યો છે
પોતાના એક ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે અનંત અંબાણી અગાઉ અસ્થમાથી પીડિત હતો. જેના કારણે તેને વજન ઘટાડવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ અનંતે એ વાતની પુષ્ટી કરી હતી કે તેને ઓબેસીટીનો સામનો કરવો પડ્યો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે બે ઇવેંન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ઇવેંન્ટની થીમ ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’ છે, જ્યાં મહેમાનોને જંગલ સફારી પર લઈ જવામાં આવશે. તેમજ સાંજે અન્ય કાર્યક્રમ થશે. તેની થીમ ‘મેલા રૂજ’ છે. સાંજે આ કાર્નિવલમાં મહેમાનો માટે નૃત્ય અને ગીતના પર્ફોર્મન્સ હશે.
આંતર રાષ્ટ્રિય સિંગર રિહામનાએ પ્રી-વેડિંગ સેલિબ્રેશનના પહેલા દિવસે એટલે કે શુક્રવારે રાત્રે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. આ પછી વંતરા થીમ પર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને ઇવેન્ટ મોડી રાત સુધી ચાલી હતી અને આખો અંબાણી પરિવાર મહેમાનો માટે હાજર હતો. ગુજરાતના જામનગરમાં 3 દિવસીય સમારોહમાં ઘણી ભારતીય અને વિદેશી હસ્તીઓએ હાજરી આપી છે.