Gujarat

આણંદમાં કોમી હિંસાઓ વચ્ચે એકતાના દ્રશ્યો, પોથીયાત્રાનું મુસ્લિમ અગ્રણીઓએ ઉમેળકાભેર સ્વાગત કર્યું

આણંદ: (Anand) દેશભરમા થોડા સમયથી કોમી હિંસાઓ વધી રહી છે. લોકો એક બીજી કોમ પર પથ્થમારા, હિંસા અને તોફાનના કરી રહ્યા છે. આનાથી લોકોમાં એક બીજા પ્રર્ત્યે નફરત વધી રહી છે. આ સ્થિતિમાં કેટલાક લોકોમાં નફરત ન ફેલાય અને પ્રેમ પેદા થાય તેવા પણ પ્રયાસો કરી રહ્યા છે. કોમી હિંસા વચ્ચે કયાંક કોમોની એકતાના (Communal Unity) નજરે પડી રહી છે. આવી જ કોમ એકતાની ઘટના આણંદનાં પરીખભુવન વિસ્તારમાં બની છે. પરીખભુવન વિસ્તારમાં નીકળેલી પોથીયાત્રાનું (Pothiyatra) નગીના મસ્જીદ પાસે મુસ્લિમ સમાજે સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. જાણવી દઈએ કે તાજેતરમાં આણંદ પેટલાદ તાલુકામાં હિન્દુ મુસ્લિમ મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળવામાં આવી હતી. જે એક વધુ કોમ એકતાનું દ્રષ્ટાંત પુરું પાડે છે.

  • પોથીયાત્રા મસ્જિદ પાસે પહોંચતા ડીજે બંધ કરી દેવામાં આવ્યું હતું
  • પોથીયાત્રાનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આણંદ શહેરમાં પરીખભુવન વિસ્તારમાં આવેલાં કૈલા માતાનાં મંદિરમાં શ્રીમદભાગવત કથા સપ્તાહના પ્રારંભ માટે શનિવારે બપોરે પોથીયાત્રા યોજાઈ હતી. ઘણી જગ્યા પર રામ ધૂન અનર દુઆ સાથે બંને મિતોની અંતિમયાત્રા નીકળી હતી, જેને કારણે કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. મસ્જિદ પાસે ડીજે વગાડવાની બાબત પર હિંસક અથડામણો થતી હોય છે. ત્યારે પરીખભુવન વિસ્તારમાં નિકળેલી પોથીયાત્રા મસ્જિદ પાસે પહોંચતા જ પોથીયાત્રાના આયોજકો દ્વારા ડીજે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પરથી એકબીજાના ધર્મનુ સન્માન કરવું તે જાણવા મળે છે. ત્યારબાદ આ પોથીયાત્રાનું સૈયદ જલાલીબાપુ કારંટાવાળા અને ગામડી ગામનાં ઉપસરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા સહિત બીજા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે કોમી એકતાનું પ્રતીક છે.  

અગાઉ પણ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુંદરા ગામના બે જીગરજાન મિત્રોના યુસુફ અને ગોવિંદના માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયા હતા. યુસુફ અલી સૈયદ અને ગોવિંદ ઠાકોર ખાસ મિત્રો હતા, જીવ્યા ત્યાં સુધી બંને સાથે જ રહ્યા હતા અને તેમના મોત પછી પણ બંનેની અંતિમયાત્રા પણ સાથે નીકળવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યુ હતું. રામ ધૂન અને દુઆ સાથે બંને મિત્રોની અંતિમયાત્રા નીકળી હતી, જેને કારણે કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. બંને મિત્રોની અંતિમયાત્રા તોફાની તત્વો માટે એક મિસાલ રૂપ છે.

Most Popular

To Top