National

“ભારતને ટાર્ગેટ કરવાનો પ્રયાસ?”

અમેરિકી રિપોર્ટ પર કેન્દ્રનો તીખો પ્રહાર, R&AW અને RSS પર પ્રતિબંધની માંગ ઉઠી

અમેરિકા ની US Commission on International Religious Freedom (USCIRF) દ્વારા બહાર પાડવામાં આવેલા 2026ના વાર્ષિક રિપોર્ટને લઈને ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. રિપોર્ટમાં ભારતને “Country of Particular Concern (CPC)” તરીકે જાહેર કરવાની ભલામણ સાથે Research and Analysis Wing (R&AW) અને Rashtriya Swayamsevak Sangh (RSS) પર ટાર્ગેટેડ સૅન્કશન લગાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા Randhir Jaiswal એ આ રિપોર્ટને “પૂર્વગ્રહિત અને પ્રેરિત” ગણાવ્યો. તેમણે કહ્યું કે, “USCIRF વર્ષોથી ભારત વિશે ખોટી અને પસંદગીયુક્ત માહિતી પર આધારિત છબી રજૂ કરે છે, જે વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.” કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના આરોપો ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. સાથે જ ભારતે અમેરિકામાં હિંદુ મંદિરો પર થયેલા હુમલા અને ભારતીય ડાયસ્પોરા સામે વધતી અસહિષ્ણુતા તરફ પણ ધ્યાન દોર્યું છે.

રિપોર્ટમાં શું છે મોટો દાવો? : USCIRFના રિપોર્ટ મુજબ, 2025 દરમિયાન ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિવિધ રાજ્યોમાં એન્ટી-કન્વર્ઝન કાયદાઓ વધુ કડક બનાવાયા છે અને અલ્પસંખ્યકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

CPC સ્ટેટસનો અર્થ શું? : જો કોઈ દેશને “Country of Particular Concern” જાહેર કરવામાં આવે તો તે દેશ પર આર્થિક અને રાજકીય દબાણ વધે છે. USCIRFએ ભલામણ કરી છે કે ભારત સાથેના વેપાર અને સુરક્ષા સહકારને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડવામાં આવે અને જરૂર પડે તો સૅન્કશન લાગુ કરવામાં આવે.

આગળ શું થઈ શકે? : મહત્વપૂર્ણ વાત એ છે કે USCIRF માત્ર ભલામણ કરે છે, અંતિમ નિર્ણય અમેરિકી સરકાર લે છે. છતાં, આ મુદ્દો ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ઊભો કરી શકે છે અને વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચાનો વિષય બની શકે છે.

હાલ આ મુદ્દે રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને આવનારા સમયમાં આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

Most Popular

To Top