Gujarat

ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી બન્યાના બીજા જ દિવસે અમરેલીમાં 12 દર્દીએ દ્રષ્ટી ગુમાવી

ગાંધીનગર : અમરેલીની (Amreli) શાંતાબા જનરલ હોસ્પિટલમાં (Hospital) મોતિયાના ઓપેરશન (Operation) બાદ 12 જેટલા દર્દીઓએ દષ્ટિ ગુમાવી દીધી છે, જેના પગલે સમગ્ર ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. રાજય સરકારના આરોગ્ય વિભાગે આ મામલે તપાસ શરૂ કરીને તબીબો પાસેથી માહિતી પણ મેળવી છે. કેટલાંક દર્દીઓનું કહેવુ છે કે મોતિયાના ઓપરેશન બાદ બીજા દિવસે પાટો ખોલ્યા બાદ આંખે દેખાતુ બંધ થઈ ગયુ છે. આ દર્દીઓને વધુ સધન સારવાર માટે અમદાવાદ (Ahmedabad) અને ભાવનગર (Bhavnagar) ટ્રાન્સફર કરાયાં છે.

સમગ્ર ઘટના અંગે પુછતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે સુડો મોનાર્ક બેક્ટેરિયાથી આંખમાં ઈન્ફેક્શન થયુ હોવાનુ જણાઈ રહ્યુ છે. 2 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થયા છે અને બાકીના દર્દીઓમાં પણ ઝડપી રિકવરીના અણસાર છે, તેઓની સારવાર શરૂ થઈ ચૂકી છે. જેમાં 6 દર્દીની એમ.એન.જે.માં 2 દર્દીની નગરી હોસ્પિટલમાં અને 2 દર્દીની ભાવનગરમાં સારવાર ચાલી રહી છે. દર્દીઓની રોશની ન જાય તે પ્રકારની સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top