મુંબઈ: બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) હાલમાં જ સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર એક વીડિયો શેર ર્ક્યો હતો. જેમાં તે એક યુવકના બાઈક પર મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આવો જ એક વીડિયો બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)એ પણ શેર ર્ક્યો છે.
અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્મા બંનેને વીડિયો પોસ્ટ ર્ક્યા બાદથી જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ટ્રોલર્સનું કહેવું છે કે અમિતાભ અને અનુષ્કાએ ટ્રાફિક નિયમો (Traffic Rule)નું ઉલ્લંઘન ર્ક્યુ છે. સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન જોતાં મુંબઈ પોલીસે (Mumbai Police) અનુષ્કા અને અમિતાભ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી.
હવે મુંબઈ પોલીસે ફેન પાસેથી લિફ્ટ લેનાર અમિતાભ બચ્ચન અને બોડીગાર્ડ પાસેથી લિફ્ટ લેનાર અનુષ્કા શર્મા વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમિતાભ બચ્ચને સોમવારે પોતાના ફેનનું અભિવાદન કરતાં સોશિયલ મીડિયા પર વીડિયો શેર ર્ક્યો અને લખ્યું કે ‘રાઈડ માટે ધન્યવાદ મિત્ર… તમને જાણતો નથી… પણ તમે ઉપકાર ર્ક્યો અને મને કામની જગ્યા પર સમયસર પહોંચાડી દીધો.’
અમિતાભ બચ્ચને આગળ લખ્યું કે ‘ઝડપી અને લાંબા ટ્રાફિક જામથી બચાવવા માટે ટોપી, શોર્ટ્સ અને પીળા કલરની ટી-શર્ટ પહેરેલા બાઈકના માલિકને ધન્યવાદ.’ આ ઉપરાંત, અનુષ્કા શર્માનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે પોતાના બોડીગાર્ડ સાથે બાઈક પર જતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં બોડીગાર્ડ અને અનુષ્કા બંને હેલ્મેટ પહેર્યા વગર બાઈક પર મુસાફરી કરતાં જોવા મળી રહ્યા છે.
પૈપરાજી માનવ મંગલાનીએ અનુષ્કા શર્માનો આ વીડિયો શેર ર્ક્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ‘અનુષ્કા શર્મા બોડીગાર્ડ સોનૂની સાથે બાઈક પર મુસાફરી કરતી. જુહૂમાં એક વૃક્ષ પડી ગયો હતો. જેના કારણે માર્ગ બ્લોક થઈ ગયો હતો.’ અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માની આ પોસ્ટ પર અનેક લોકોએ કમેન્ટ કરીને રાઈડર્સે હેલ્મેટ પહેર્યા ન હોવાની વાત કહી હતી.
એક યૂઝરે લખ્યું કે ‘ના મેડમે હેલ્મેટ પહેર્યુ છે ના તો તેના બોડીગાર્ડએ.’ અમિતાભ બચ્ચનની પોસ્ટ પર એક યૂઝરે કમેન્ટમાં લખ્યું કે ‘આવી જ ઉતાવળના ચક્કરમાં ભારતના માર્ગો પર સારા-સારા લોકો આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. તમે તો યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત, અમારા ભગવાન પણ છો. હેલ્મેટ વિના રસ્તાઓ પર મુસાફરી, આવી અપેક્ષા તમારી પાસેથી ન હતી.’