National

અમિત શાહનું હેલિકોપ્ટર ખોટકાયું : વર્ચ્યુઅલ રેલીમાં કહ્યું, બંગાળમાં ગુંડારાજ ખતમ કરી દઈશું

આજે ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) પશ્ચિમ બંગાળના પ્રવાસ (BENGAL JOURNEY)પર છે અને અહીં બે સ્થળોએ રેલી કાઢવાના હતા. જો કે ઝારગ્રામની રેલી પહેલા જ અમિત શાહના હેલિકોપ્ટર(HELICOPTER) માં તકનીકી ખામી આવી હતી, જેના કારણે તેમને અહીંની રેલીને વર્ચ્યુઅલ રીતે સંબોધન કરવું પડ્યું હતું. 

વર્ચ્યુઅલ રીતે તેમની જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે આજે હું ઝારગ્રામમાં ચૂંટણી પ્રચાર કરવા જઇ રહ્યો હતો પરંતુ કમનસીબે મારા હેલિકોપ્ટરને નુકસાન થયું છે અને હું તમને મળવા હાજર રહી શક્યો નથી. જો કે શાહે બાદમાં વર્ચ્યુઅલી રેલી યોજવાની જાહેરાત કરી હતી, અને વર્ચ્યુઅલ રેલીમાં ટીએમસી પર નિશાન સાધતા ગૃહમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ગુંડારાજ (Rule of goons) છેલ્લા દસ વર્ષમાં ટોચ પર છે. હવે હિન્દુઓએ તેમનો ઉત્સવ ઉજવવા પણ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જીની સરકારે રાજ્યમાં વિકાસનો નાશ કર્યો છે. 

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, એક સમય હતો, જ્યારે બંગાળ ભારતનું નેતૃત્વ કરતો હતો. બંગાળ શિક્ષણ, સ્વતંત્રતા સેનાનીઓ અને કુશળ નેતૃત્વનું કેન્દ્ર હતું, પરંતુ આ બંગાળ હવે ગુંડારાજમાં ફેરવાય ગયું છે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવતા ટીએમસી (TMC) પર આરોપ લગાવ્યો હતો કે હજુ સુધી કેન્દ્રની 115 યોજનાઓ, જે ગરીબોને લાભ આપે છે, તેને લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

અમિત શાહે કહ્યું હતું કે જો આપણે પશ્ચિમ બંગાળમાં અમારી સરકાર બનાવીશું, તો અમે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પંડિત રઘુનાથ મુર્મુ આદિવાસી યુનિવર્સિટી બનાવીશું જેથી આ સમુદાયના બાળકોને પણ વધુ તકો મળે. તેમણે વધુમાં કહ્યું કે સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના આદિવાસીઓના ઉત્થાન માટે બંગાળમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે બંગાળ સરકારે એકલવ્ય મોડેલ શાળાઓ(EKLAVYA MODEL SCHOOLS)ને યોગ્ય રીતે અમલમાં મૂકી નથી.

આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી પર નિશાન સાધતા કહ્યું હતું કે “હું વચન આપું છું કે અમે દરેક તાલુકામાં એકલવ્ય મોડેલ રહેણાંક શાળાની સ્થાપના કરીશું. અમે વન ધન વિકાસ કેન્દ્રોને પણ પ્રોત્સાહન આપીશું. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં વન અધિકાર અધિનિયમ(FOREST RIGHT ACT)નો સંપૂર્ણ અમલ કરવામાં આવશે.”

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top