Sports

સંકટ વચ્ચે ખેલાડીઓએ IPL છોડવાનું શરૂ કર્યું, BCCIએ આપી આવી પ્રતિક્રિયા

ભારત(INDIA)માં વધી રહેલા કોરોના સંકટ (CORONA PANDEMIC) વચ્ચે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ સલામત બાયો બબલમાં પણ ખેલાડીઓની ચિંતા વધારી છે. ભારતના અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ લીગને મધ્યમાં છોડી દીધી છે, જ્યારે બીસીસીઆઈ(BCCI)એ કહ્યું છે કે રમત ચાલુ રહેશે.

દિલ્હી કેપિટલ્સના અશ્વિને બ્રેક લીધો

રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સ (DC) ના અશ્વિને ટ્વીટ કર્યું હતું કે ‘હું આવતીકાલે (સોમવાર) થી શરૂ થનારી આ સીઝનની આઈપીએલમાંથી વિરામ લઈ રહ્યો છું. મારું કુટુંબ (FAMILY) કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે અને આ મુશ્કેલ સમયમાં તેમને મારી સહાયની જરૂર છે. તેમણે કહ્યું, ‘જો સંજોગો યોગ્ય દિશામાં જશે તો હું પાછો આવીશ. આભાર દિલ્હી કેપિટલ્સ. એવું સાફ તરી આવે છે કે તેમના પરિવારના કોઈ સભ્ય કોરોનાપોઝિટિવ (CORONA POSITIVE) હોવાનું જાણવા મળ્યું છે.

રાજસ્થાન રોયલ્સના એન્ડ્ર્યુ ટાઇએ IPLને વચ્ચે છોડી દીધી

ભારતમાં વધી રહેલા કોરોના કેસોને કારણે ઓસ્ટ્રેલિયા અને રાજસ્થાન રોયલ્સ (RR) ના ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઇએ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ નિષેધની આશઁકા વ્યક્ત કટી આઇપીએલ છોડી દીધી હતી,અને ઘણા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો આ નિર્ણય લઈ શકે છે એવો દાવો પણ કરી રહ્યો છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેન રિચાર્ડસન અને એડમ ઝમ્પાએ પણ વ્યક્તિગત કારણોસર લીગ છોડવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલની મેચ 6 શહેરોમાં દર્શકો વગર રમાય રહી છે. ટાઇએ કહ્યું હતું કે ભારતમાંથી તેમના વતન પરત થતા લોકોને ઓઈસોલેટ કરવાના વધતા જતા કેસોને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ટાઇ હજી સુધી રોયલ્સ માટે એક પણ મેચ રમ્યો નથી અને તેને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના ખેલાડીઓના સંપર્કમાં છે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CRICKET AUSTRALIA) અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આઈપીએલમાં સામેલ તેમના ક્રિકેટરો, કોચ અને કોમેંટેટર્સ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ના પ્રવક્તાએ કહ્યું, ‘અમે અમારા ખેલાડીઓ સાથે સતત સંપર્કમાં છીએ. આ મુશ્કેલ સમયમાં ભારતની પ્રજા સાથે અમારી સંવેદના છે.

ડેવિડ હસીએ સ્વીકાર્યું – દરેક નર્વસ છે … 

દરમિયાન કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ના માર્ગદર્શક ડેવિડ હસીએ કહ્યું હતું કે આઈપીએલમાં કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ‘નર્વસ’ છે કારણ કે ભારતમાં કોરોના મામલામાં વધારો થતાં તેઓ ઘરે પાછા કેવી રીતે આવશે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હસીએ સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું કે, “દરેક જણ થોડા ગભરાયેલા છે કે ઓસ્ટ્રેલિયા પાછું કેવી રીતે જશે.” હસીએ કહ્યું કે આઇપીએલ માટે મજબૂત બાયો બબલ બનાવવામાં આવ્યો છે, પરંતુ ખેલાડીઓ માટે ભારતની વર્તમાન પરિસ્થિતિથી ચિંતિત રહેવું સ્વાભાવિક છે.

કેન વિલિયમસન અને ટ્રેન્ટ બૌલ્ટ સહિત ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ 2 જૂનથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ રમવા માટે કોઈપણ રીતે વચ્ચેથી જવું પડશે. નોંધનીય છે કે આઈપીએલની ફાઈનલ 30 મેના રોજ અમદાવાદમાં યોજાશે.

Most Popular

To Top