World

અમેરિકા vs ઇરાન: 10 ઈરાનની અને 15 અમેરિકાની શરતો, કોણ મજબૂત?

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હજુ પૂરું થવાનું નામ નથી લેતું, અને ઘણા દિવસોથી બંને પક્ષ – ઈરાન અને અમેરિકા – ટણી બેઠા છે. સોમવારે (23 માર્ચ) યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો શરૂ થઈ ગયા છે અને આ આખા અઠવાડિયા સુધી ચાલુ રહેશે. ટ્રમ્પે ઉમેર્યું, “અમે પછી આગળનો નિર્ણય લેશું.” આ વાટાઘાટોમાં બંને પક્ષોએ પોતાના પોતાના શરતો રજૂ કરી છે. ઈરાને 10 શરતો સાથેનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે અમેરિકાએ 15 શરતો રજૂ કરી છે, પ્રશ્ન એ ઊભો થાય છે કે કોની શરતો વધુ મજબૂત છે, અને જો શાંતિ કરાર થાય તો કોને ફાયદો થશે?

ઈરાનની 10 શરતો:

  1. ગેરંટી આપો કે અમેરિકા અને ઈઝરાયલ ક્યારેય હુમલો નહીં કરે.
  2. યુદ્ધમાં થયેલા નુકસાન માટે વળતર ચૂકવવું.
  3. હોર્મુઝ સ્ટ્રેટ પર નિયમિત આવકનો વ્યવસ્થાપન.
  4. મિડલ ઈસ્ટમાંથી અમેરિકી થાણા પાછા ખેંચવા.
  5. તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાં.
  6. ઈરાનના અધિકારીઓ પરના પ્રતિબંધો દૂર કરવા.
  7. હિઝબુલ્લાહ સામે ઈઝરાયલના ઓપરેશન બંધ, લેબનોનમાં શાંતિ સ્થાપિત.
  8. મીનાબમાં બાળકોના હત્યાઓ માટે માફી અને વળતર.
  9. મિસાઈલ કાર્યક્રમ પર પ્રતિબંધ ન લાદવો; ઈરાનને સાર્વભૌમ ગણવું.
  10. યુએન સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય અને વીટો પાવર આપવી.

અમેરિકાની 15 શરતો:

  1. ઈરાન એક મહિનાનો યુદ્ધવિરામ રાખે.
  2. પરમાણુ કાર્યક્રમ નાબૂદ કરવો.
  3. યુરેનિયમ સંવર્ધન બંધ કરવું.
  4. તમામ પરમાણુ સામગ્રી IAEAને સોંપવી.
  5. નાતાન્ઝ, ફોર્ડો, ઇસ્ફહાન જેવા કેન્દ્રો તોડી નાખવા.
  6. IAEAને દેશમાં સંપૂર્ણ તપાસ માટે સ્વતંત્રતા.
  7. પ્રોક્સી સંગઠનો અને હમાસ સાથે સંબંધ તોડવા.
  8. ભંડોળ અને શસ્ત્રોનો પુરવઠો બંધ કરવો.
  9. હોર્મુઝ સ્ટ્રેટ આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે ખુલ્લું રાખવું.
  10. મિસાઇલ કાર્યક્રમ પર મર્યાદા લાદવી.
  11. લશ્કરી ક્ષમતાઓ સ્વ-બચાવ સુધી મર્યાદિત.
  12. આર્થિક પ્રતિબંધો હટાવવા.
  13. નાગરિક પરમાણુ પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સહાય.
  14. સ્નેપબેક સિસ્ટમ, ફરી પ્રતિબંધ લાદી શકાશે.
  15. ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રો નહીં વિકસાવવા માટે ગેરંટી આપવી.

વિશ્લેષકો કહે છે કે, ઇરાન વધુ ચાલાક દેખાય છે. તે ગેરંટી માગે છે કે ભવિષ્યમાં તેના પર હુમલો નહીં થાય અને મિડલ ઈસ્ટ માં તેનો પ્રભાવ જાળવી રાખી શકે. બીજી બાજુ, અમેરિકાએ ઈરાન પર લિબિયા જેવી જ શરતો લાદી છે, જેનો ભવિષ્યમાં કઈ રીતે પ્રભાવ પડશે તે જોખમી છે. અંતિમ પરિણામ આ પર નિર્ભર રહેશે કે બંને પક્ષ પોતાની શરતો કેટલી હદ સુધી સ્વીકારશે.

Most Popular

To Top