World

વ્હાઇટ હાઉસમાં PM મોદીનું જોરદાર સ્વાગત: રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી: પીએમ (PM) મોદીનો (Modi) આજે અમેરિકા (America) પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં છે તેઓ વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે ભારે તૈયારીઓ કરાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન અને ઘણા મોટા નેતાઓ વ્હાઇટ હાઉસની બહાર હાજર રહ્યાં હતા.

આ દરમિયાન પીએ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પીએમ બન્યા બાદ હું ઘણી વખત વ્હાઇટ હાઉસ આવ્યો છું. આ પહેલીવાર છે જ્યારે વ્હાઇટ હાઉસના દરવાજા આટલા મોટા ભારતીય-અમેરિકન સમુદાય માટે ખોલવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ત્રણ દાયકા પહેલા તેઓ એક સામાન્ય નાગરિક તરીકે અમેરિકા આવ્યા હતા અને વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું. મોદીએ કહ્યું કે આજે વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત સમારોહ દ્વારા ભારતના 140 કરોડ દેશવાસીઓ એક રીતે સન્માનિત અને ગર્વ અનુભવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ પહોંચતા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વ્હાઈટ હાઉસની બહાર ભારતીય મૂળના અમેરિકનો પણ તેમને જોવા માટે ઉમટ્યાં હતા. પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં પ્રવેશે તે પહેલા ભારતીય વિદ્યાર્થીઓએ વાયોલિન પણ વગાડ્યું હતું. અહીં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વિપક્ષીય બેઠક બાદ પ્રેસકોન્ફરન્સ કરશે અને મીડિયાના પ્રશ્નોના જવાબ આપશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જોન કિર્બીએ સંયુક્ત પ્રેસ બ્રીફિંગને “મોટી ડીલ” ગણાવી છે. રોઇટર્સ અનુસાર કિર્બીએ કહ્યું- “અમે આભારી છીએ કે વડાપ્રધાન મોદી મુલાકાતના અંતે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના શિક્ષણ મંત્રીઓની જી-20 સમિટ માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે વીડિયોમાં કહ્યું – G20 દેશો તેમની સંબંધિત શક્તિઓ સાથે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. હું તમને બધાને અનુરોધ કરું છું કે રિસર્ચ અને ઈનોવેશન માટે તેઓ માર્ગ મોકળો કરે.

Most Popular

To Top