World

જો બાઈડેને ઓસ્ટ્રેલિયા મુલાકાત મુલતવી રાખતા સીડનીમાં ક્વાડ સંમેલન રદ કરાયું

નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ જો બાઈડેને તેમની આવનારી એશિયાની મુલાકાતના બીજા ભાગમાં તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત મુલતવી રાખી હતી, તેઓ વિધ્વંસક ફેડરલ ડિફોલ્ટને રોકવા માટે નિર્ણાયક દેવા-મર્યાદા વાટાઘાટો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે, તેમની આ જાહેરાતના પગલે સિડનીમાં ક્વાડ નેતાઓની બેઠક રદ કરવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકા તેના દેવા પર ડિફોલ્ટ ન થાય તેની ખાતરી કરવા માટે વિપક્ષી રિપબ્લિકન પાર્ટી સાથે અનિશ્ચિતતા અને તીવ્ર વાટાઘાટોને જોતાં બિડેને પપુઆ ન્યુ ગિનીની સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ મુલતવી રાખ્યો હતો.

અમેરિકી પ્રમુખની આ જાહેરાત બાદ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનેસેએ 24 મેના રોજ સીડનીમાં યોજાનારા ક્વાડ નેતાઓનું શિખર સંમેલન રદ કર્યું હતું. સિડનીમાં આવતા અઠવાડિયે યોજાનારી ક્વાડ નેતાઓની બેઠક મુલતવી રાખવામાં આવી છે. એમ વડા પ્રધાન અલ્બાનેસેએ કહ્યું હતું. જો કે અલ્બાનેસેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના ભારતના સમકક્ષ નરેન્દ્ર મોદી આવતા અઠવાઠિયે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવશે અને તેઓ મોદીનું સ્વાગત કરવા માટે આતુર છે.
તેમને પૂછવામાં આવ્યું હતું કે ક્વાડ નેતાઓની સીડનીમાં થનારી બેઠક રદ થયા બાદ પણ શું વડા પ્રધાન મોદી સીડનીની મુલાકાતે આવશે.

‘વડા પ્રધાન મોદી સાથે જ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે અને સીડનીમાં ઓલિમ્પિકની સાઈટ પર હોમબુશમાં એક જાહેર કાર્યક્રમમાં પણ ભાગ લેશે. જો કે જાપાનના વડા પ્રધાન ફ્યુમીઓ કિશીદાએ બાઈડેનની જાહેરાત બાદ તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત રદ કરી છે.બીજી બાજુ ભારતમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ક્વાડ નેતાઓની બેઠક રદ થઈ હોવા છતાં વડા પ્રધાન મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાતમાં કોઈ ફેરફાર થયો નથી. મોદી 22 મેથી 24 મે સુધી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે.

જો અમેરિકા ડિફોલ્ટ થાય તો 80 લાખની નોકરી જાય
“તે નિવૃત્તિ ખાતાઓને બરબાદ કરી નાખશે, ઉધાર ખર્ચમાં વધારો કરશે અને મૂડીઝના મતે, લગભગ આઠ મિલિયન (80 લાખ) અમેરિકનો તેમની નોકરી ગુમાવશે, અને જો આપણે તે થવા દઈએ તો આપણી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને આત્યંતિક રીતે નુકસાન થશે. તે નિરાશાજનક છે કે કોંગ્રેસનલ રિપબ્લિકન્સ સાથેની અમારી ચર્ચાઓ આવક વધારવાની ચર્ચા કરવા તૈયાર નથી, “બાઇડેને જણાવ્યું હતું.

Most Popular

To Top