નવી દિલ્હી: મહા સત્તા અમેરિકાએ (America) ચીન (China) દ્વારા છોડવામાં આવેલો જાસૂસીનો (Spy) ફુગ્ગો જ્યારથી ફોડ્યો છે ત્યારથી બને દેશો વચ્ચે તણાવ ભર્યો માહોલ પેદા થયો છે. જેથી બને દેશ વચ્ચે સંબંધોમાં (Relationships) ખટાસ આવી ગઈ છે .આ સાથે જ હવે બને દેશો વચ્ચે આંતરિક સંબંધોનો ફુગ્ગો (Balloon) પણ ફૂટી ગયો છે. તાઇવાનના તણાવ વચ્ચે બને દેશો સ્થિતને સામાન્ય કરવાની કોશિશ કરી રહ્યા હતા. નવેમ્બર 2022માં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે થયેલી G-20 સમ્મેલન દરમ્યાન પણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને શી જિનપિંગનું સ્વાગત કરીને જતાવ્યું હતું કે તે સંબંધોને સુધારવા માંગે છે અને ત્યારબાદ અમેરિકાના વિદેશ મંત્રી એટની બ્લિકન ચીનઈ યાત્રા ઉપર જવાના હતા,ત્યારે પણ એવી આશાઓ સેવવામાં આવી રરહી હતી કે બન્ને દેશો વચ્ચે જામેલી બરફની ચાદર ઓગાળી જશે પણ ચીને અમેરિકામાં કથિત રીતે જાસૂસીનો ફુગ્ગો મોકલી રહી સહી આશાઓ ઉપર પણ પાણી ફેરવી દેતા હવે સંબંધો સુધારવાની ઉમીદો ઉપર પાણી ફેરવી દીધું છે અને એક મોટી જંગની વાર્તા લખી દીધી છે.
અમેરિકા-ચીન વચ્ચે ટક્કર થાય તો ત્રીજું વિશ્વ યુદ્ધ થવાનું નક્કી
અમેરિકા અને ચીન વચ્ચે પેદા થયેલો આ સીધો તણાવ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભો થયો છે. હવે સવાલ એ છે કે ચીનના જાસૂસી બલૂનને ફોડી નાખ્યા કર્યા પછી શું બંને દેશો એકબીજા સાથે ટકરાશે ? આખરે બલૂન ઉડાડ્યા પછી પણ ચૂપ રહેવાની ચીનની શું મજબૂરી કે વ્યૂહરચના છે? આપણી વચ્ચે સર્જાયેલી હાલની આ તંગદિલીની વચ્ચે જો અમેરિકા અને ચીન વચ્ચે સીધી ટક્કર થાય તો ત્રીજું વિશ્વ યુદ્ધ થવાનું નક્કી છે. બીજા વિશ્વ યુદ્ધને લગભગ 8 દાયકા વીતી ગયા છે. આ રીતે દુનિયા ઘણી આગળ વધી ગઈ છે. એટલા માટે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો વિનાશ બીજા વિશ્વયુદ્ધ કરતાં અનેક ગણો વધારે હશે જેની કોઈ મર્યાદા નહિ હોય.
શું ચીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે
ખરા અર્થમાં જોવા જઈએ તો ગયા અઠવાડિયે અમેરિકાના આકાશમાં અચાનક એક બલૂન જોવા મળ્યો હતો. હવે સવાલ એ છે કે શું આ ચાઈનીઝ બલૂન અમેરિકામાં મોનિટરિંગ કરી રહ્યું હતું? અથવા તે ચીનના દાવા મુજબ સંશોધન કાર્યમાં સામેલ હતું? આ પ્રશ્નોના જવાબો તરત જ સ્પષ્ટ થઈ શકે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ચીની બલૂન ઘૂસણખોરીએ આંતરરાષ્ટ્રીય કાયદાની સીમાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ ઘટનાએ પહેલાથી જ વણસેલા યુએસ-ચીન સંબંધોને વધુ જટિલ બનાવી દીધા છે.
બને દેશ વચ્ચે મહાસાગરના જળની સીમાઓનો મુદ્દો પણ પેચીદો
અમેરિકા અને ચીન વચ્ચેના તણાવ વધ્યા હોવાથી હવે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનની બેઇજિંગની સુનિશ્ચિત મુલાકાત મુલતવી કરી દેવાઈ છે. ચીને તેના દ્વારા છોડવામાં આવેલો બલૂન ફોડી નાખવાને લઇ ધુંવાપુવા થઇ ગયું છે. ચીને આ સાથેની પ્રક્રિયા રાજદ્વારી રોષ સાથે આપી હતી. બીજી તરફ દક્ષિણ ચીન મહાસાગર અને તાઇવાનમાં યુએસ યુદ્ધ જહાજોની હાજરી બની પક્ષો વચ્ચે ચાલી રહેલા અવરોધ સમાન છે. ચીન દક્ષિણ ક્ષેત્રના મહાસાગરનું જળ તેનું પોતાનું માને છે જયારે અમેરિકાના દ્રષ્ટિકોણથી આ જળ સીમા આંતરરાષ્ટ્રીય છે.
શું ટકરાશે બન્ને મહાસત્તાઓ
હવે અહીં સવાલ એ થઇ રહ્યો છે કે ફુગ્ગા માંથી નીકળી ગયેલી હવા બને મહાસત્તા વચ્ચે યુદ્ધ થાવની હવામાં તબદીલ થઈ રહી છે. પ્રારંભિક કાયદાઓમાં સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન ફુગ્ગાઓના લશ્કરી ઉપયોગ માટેના કેટલાક ચોક્કસ પગલાંનો પણ સમાવેશ થાય છે. ડ્રોનના યુગમાં ફુગ્ગાઓને જાસૂસી માટે ઉપયોગ વચ્ચેનું અંતર ઝાઝું નથી. હવે અહીં સવાલ એ થઇ રહ્યો છે કે શું બંને મહાસત્તા આખરે ટકરાશે ?
ચાઈનીઝ બલૂન 60 હજાર ફૂટની જબરદસ્ત ઊંચાઈ પર હતો. જોકે ફુગ્ગાઓ હવે લડાઇમાં ખૂબ અસરકારક નથી પરંતુ તેઓ દેખરેખ માટે અનન્ય ક્ષમતા ધરાવતા હોઈ છે.. વધુમાં ફુગ્ગા સંવેદનશીલ જમીન પ્રદેશ ઉપર એકદમ સ્થિર રહી શકે છે અને તે વિમાન કરતા પણ વધુ ઊંચાઈએ ઉડે છે તે રડારને શોધવો મુશ્કેલી ભર્યો વિષય છે.