અમદાવાદ: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જુદા જુદા અભ્યાસક્રમોમાં જંગી ફી વધારો કરવામાં આવ્યો છે. ભાજપના રાજમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે ફીમાં જંગી વધારો કરાયો છે, તેવું પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દેશીએ જણાવ્યું હતું.
ડૉ.મનીષ દોષીએ આ ફી વધારા અંગે જણાવ્યું હતું કે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે, તેનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસનમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણમાં પીએચડી સુધી કન્યા કેળવણી મફત હતી, પરંતુ ભાજપના શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે ફીમાં જંગી વધારો કરાયો છે.
આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે ફી વધારો કરાયેલો છે, તેમાં બેચરલ ઓફ આર્ટસ 5000 (વાર્ષિક), બીએ ઓનર્સ (તમામ વિષય) 2500 (પ્રતિ સેમેસ્ટર), જર્નાલિઝમ અને બીકોમ બીએલઆઈએસ 65000, બેચરલ ઓફ એજ્યુકેશન 35,000 (સંપૂર્ણ ફી), સ્પેશ્યલ બીએડ 45000 (સંપૂર્ણ ફી), માસ્ટર ઓફ આર્ટસ તમામ વિષય 5000 (વાર્ષિક), એમએલઆઇએસ 9000 (કુલ ફી), એમ એસ ડબલ્યુ 5000 (પ્રતિ સેમેસ્ટર), એમ કોમ 5000 (વાર્ષિક), સર્ટિફિકેટ ચેન્જ ફી 100થી 500, ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી તેમજ ટ્રાન્સક્રિપ્ટ 500થી 1000, ડોક્યુમેન્ટ્સ ઇ વેલ્યુએશન ફી 1500 સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ ફી રૂ.300નો વધારો કરવામાં આવ્યો છે.