Gujarat

અંબાજી મંદિરની મોબાઇલ એપ બની

ગાંધીનગર : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવતા કરોડો માઈભક્તોને વધુ સુવિધા આપવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે આ એપનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના માધ્યમથી યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિર સંબંધિત વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા યાત્રિકો દર્શન સમયની માહિતી, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઈન બુકિંગ તેમજ ઈ-સ્ટોર જેવી સેવાઓ સરળતાથી મેળવી શકશે. આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પોની માહિતી પણ ડિજિટલ રીતે ઉપલબ્ધ થશે.

Most Popular

To Top