એક બાજુ અમેરિકા યુક્રેઇનમાં રશિયા સાથે તીવ્ર તનાવમાં સંડોવાયેલું છે તો બીજી બાજુ અમેરિકામાં ઘર આંગણે મોટા રાજકીય વમળો પેદા થયા છે જેમાં તે દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી, અગ્રણી ડેમોક્રેટ નેતા એવા હિલેરી ક્લિન્ટન સામે હરીફ છાવણી પર જાસૂસી કરાવવાના અને તે રીતે અમેરિકાના આંતરિક મામલામાં દખલગીરી કરવામાં રશિયાને પણ મદદરૂપ થવાના ગંભીર આક્ષેપો થયા છે અને આ બાબતે ભારે ચર્ચા જગાડી છે અને જેમની સામે હિલેરી ૨૦૧૬ની ચૂંટણી ડેમોક્રેટ ઉમેદવાર તરીકે લડ્યા હતા અને હારી ગયા હતા તે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો જાણે આ ઘટનાક્રમથી ગેલમાં આવી ગયા છે અને તેમણે આ કથિત કૌભાંડને વૉટરગેટ કૌભાંડ કરતા પણ મોટું કૌભાંડ ગણાવ્યું છે અને તેને રિપબ્લિકન પાર્ટીનું અને તે સાથે સમગ્ર અમેરિકાનું અપમાન ગણાવીને પોતાના રાજકીય રોટલા શેકી લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
અમેરિકી પ્રમુખપદ માટેની ૨૦૧૬ની ચૂંટણી વખતે તે સમયના ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પોતાના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ તે ચૂંટણીમાં જીતીને અમેરિકાના પ્રમુખ બન્યા હતા, તેમની છાવણી પર જાસૂસી કરાવી હતી અને આ માટે ટ્રમ્પ ટાવર્સના સર્વરો હેક કરવા માટે એક કંપનીને ભાડે રાખી હતી તેવો અહેવાલ અમેરિકાના ન્યાય વિભાગના ખાસ વકીલ જહોન ડરહામે આપતા અમેરિકાના રાજકારણમાં મોટા વમળો જન્મ્યા છે. આ હિલેરી ક્લિન્ટન એ અમેરિકાના ભૂતપૂર્વ પ્રુમુખ બિલ ક્લિન્ટનના પત્ની છે અને ઓબામા શાસન વખતે અમેરિકાના વિદેશ મંત્રી પણ રહી ચુક્યા છે તેથી તેમની સામેનો આવો અહેવાલ વધુ ગંભીર બની જાય છે.
વળી, આ કોઇ અટકળજન્ય મીડિયાના અહેવાલો નથી પણ ન્યાય વિભાગના ખાસ વકીલ દ્વારા આ અહેવાલ આપવામાં આવ્યા છે તેથી તેનું વજન વધી જાય છે. ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અહેવાલ પછી કહ્યું છે કે આ તો વોટરગેટ કરતા પણ મોટું કૌભાંડ છે અને તે દેશનું પણ અપમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાનું વોટરગેટ કૌભાંડ દુનિયાભરમાં ગાજ્યું હતું અને આ જાસૂસી કૌભાંડને કારણે તે સમયના અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિકસન સામે મહાઅભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમણે હોદ્દો છોડવો પડ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે જેઓ આ હેકમાં સંડોવાયેલા હોય તેઓ દેશદ્રોહના દોષિત છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અગાઉના સમયમાં આવી વર્તણૂકને કારણે દેહાંતદંડ પણ થઇ શક્યો હોત. ડરહામની નિમણૂક તે સમયના એટર્ની જનરલ વિલિયબ બાર દ્વારા રશિયાની દખલગીરી બાબતની તપાસની સમીક્ષા કરવા માટે કરવામાં આવી હતી.
ડરહામે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે હિલેરી ક્લિન્ટને ટ્રમ્પના સર્વરો જ નહીં પણ વ્હાઇટ હાઉસના સર્વરો હેક કરવા માટે પણ એક પેઢીને કામ સોંપ્યું હતું. આ હેકીંગને કારણે રશિયાના જાસૂસોને પણ મદદ મળી હતી એમ કહેવાયું છે. આ અહેવાલ પછી ડેમોક્રેટોમાં પણ ચર્ચા જાગી છે અને કેટલાક ડેમોક્રેટ સભ્યો પણ માને છે કે આ બાબતે હિલેરી ક્લિન્ટનની પૂછપરછ થવી જોઇએ. જો કે આ બાબત ખૂબ ગુંચવાયેલી છે. ખરેખર તો ડોનાલ્ડ ટ્રમ્પ પર રશિયાને મદદગારીના આક્ષ્ેપો થતા આવ્યા છે. ૨૦૧૬ની અમેરિકી પ્રમુખપદની ચૂટણી વખતે ટ્રમ્પને જીતાડવા માટે રશિયાએ અમેરિકામાં હેકીંગ કરાવ્યું હતું અને એ રીતે ટ્રમ્પને મદદ કરી હતી તેવા આક્ષેપો થતા રહ્યા છે.
૨૦૧૫ અને ૧૬માં ડેમોક્રેટિક નેશનલ કમિટિ પર સાયબર એટેક થયો હતો તે પછી સીઆઇએ દ્વારા હાથ ધરાયેલી તપાસ પછી અમેરિકી સાંસદોને સીઆઇએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રશિયાએ ટ્રમ્પને જીતાડવા માટે અમેરિકામાં દખલગીરી કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ની ચૂટણી જીતી ગયા હતા અને એક ટર્મ અમેરિકાના પ્રમુખપદે રહ્યા હતા. જો કે બીજી ટર્મ માટેની ચૂંટણી તેઓ હારી ગયા હતા અને દેખીતી હાર પછી પણ તેમણે ભારે ધમપછાડા કર્યા હતા. હવે હિલેરી સામેનો આ અહેવાલ બહાર આવતા ટ્રમ્પ ગેલમાં આવી ગયા છે કારણ કે એક જ ટર્મ ભોગવી શકેલા ટ્રમ્પ ફરીથી પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેવા માગે છે. હિલેરી ક્લિન્ટને રિપબ્લીકન છાવણી પર જાસૂસી કરાવી હતી અને તે સમયના અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ જાસૂસીને અનુકૂળતા કરી આપી હતી તેવા આક્ષેપો હવે ટ્રમ્પ છાવણી કરવા માંડી છે.
અત્યાર સુધી ટ્રમ્પ પર હેકીંગમાં રશિયાને મદદગારીના આક્ષેપો થતા આવ્યા છે પણ હવે હિલેરી સામેનો આ અહેવાલ બહાર આવતા ટ્રમ્પ પોતાની જાતને ભોગ બનેલ અને પીડિત વ્યક્તિ તરીકે રજૂ કરવા પ્રયાસો કરી રહ્યા છે. આમ પણ ડેમોક્રેટ જો બાઇડનની પ્રમુખપદની શરૂઆતમાં જ થોડા નબળા પ્રમુખ તરીકેની છાપ ઉભી થઇ છે અને ટ્રમ્પ ૨૦૨૪ની ચૂંટણી લડવા વિચારતા હોય તો તેમણે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. તેઓ હવે હિલેરી સામેના અહેવાલને બરાબર ચગાવવાના પ્રયાસો કરશે અને પોતાને વિકટીમ તરીકે રજૂ કરીને અને અમેરિકાનું ફરી એકવાર ધ્રુવીકરણ કરવાના પ્રયાસો કરીને રાજકીય લાભ મેળવવાના પ્રયાસો કરશે. હિલેરી સામેના આક્ષેપો અમેરિકાના રાજકારણમાં ભવિષ્યમાં મોટા વમળો જગાડશે કે પછી સુરસૂરીયું સાબિત થશે તે સમય જ બતાવશે.