Business

સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ધડામ! નિફ્ટી પણ ગગડ્યો

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) આજે 15 એપ્રિલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેનું કારણ શનિવાર અને રવિવારે ઈરાન અને ઈઝરાયેલ (Iran and Israel) વચ્ચે યુદ્ધની (War) સ્થિતિને માનવામાં આવે છે. ઈરાને ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયેલમાં અનેક સ્થળો પર હુમલા કર્યા હતા. જેના કારણે દુનિયાભરમાં તણાવ વધી ગયો હતો. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ અને મોંઘવારીના દરમાં ભારે વધારો થવાની સંભાવના છે. જેના કારણે આજે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા ચિંતાજનક સંકેતોની અસર ભારતીય બજારની શરૂઆત પર જોવા મળી રહી છે. શેરબજારની શરૂઆત પહેલા જ એનએસઈ નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ 3450 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્પષ્ટપણે ઈરાન-ઈઝરાયેલ તણાવની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે અને બજારમાં FII સેન્ટિમેન્ટ નેગેટિવ છે. જો કે બજાર સોમવારે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ નીચલા સ્તરેથી ખરીદી શરૂ થઈ હતી જેના કારણે બજાર અમુક અંશે રિકવરી કરતું જોવા મળ્યું હતું.

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
BSE સેન્સેક્સ 929.74 પોઈન્ટ અથવા 1.25 ટકાના ઘટાડા સાથે 73,315 ના સ્તર પર ખુલ્યો છે. NSE નો નિફ્ટી 180.35 પોઈન્ટ અથવા 0.80 ટકાના ઘટાડા સાથે 22,339 પર ટ્રેડિંગ સાથે ખુલ્યો હતો. બેન્ક નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડા પછી ટ્રેડિંગ શરૂ થયું છે, જેમાં તેના તમામ 12 બેન્ક શેર્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. PNBનો શેર સૌથી વધુ નીચે હતો. જે 2.48 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સ લાલ માર્કે
બીએસઈ સેન્સેક્સ રેડ માર્કે ટ્રેડ થઇ રહ્યો હતો તેમજ 30માંથી માત્ર 3 શેરોમાં જ વધારો નોંધાયો હતો. 27 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટીસીએસ, નેસ્લે, એચસીએલ ટેકના શેરમાં વૃદ્ધિ જોવા મળી હતી. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ નબળાઈ જોવા મળી હતી.

નિફ્ટીના માત્ર 4 શેરો જ વધ્યા
નિફ્ટીના 50માંથી 46 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને માત્ર 4 શેરો જ માંડ તેજીની રેન્જમાં હતા. હિન્દાલ્કો, ઓએનજીસી, ટીસીએસ અને નેસ્લેના શેરો માત્ર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને અન્ય તમામ શેરોમાં નબળાઈનું લાલ નિશાન પ્રબળ જણાવ્યું હતું.

માર્કેટના પ્રી-ઓપનિંગમાં ગંભીર ઘટાડો
સ્થાનિક શેરબજારની શરૂઆત પહેલા જ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પ્રી-ઓપનિંગ સમયે સેન્સેક્સ 2216 પોઈન્ટ્સ અથવા 2.99 ટકાના તીવ્ર ઘટાડા સાથે 72028 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 249.20 પોઈન્ટ અથવા 1.11 ટકા ઘટીને 22270 પર રહ્યો હતો.

એશિયન બજારોમાં મજબૂત ઘટાડો
એશિયન બજારોમાં પણ ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો હતો. કોસ્પી, હેંગ સેંગ, શાંઘાઈ કમ્પોઝીટ, નિક્કી બધામાં નબળાઈનો લાલ સંકેત જોવા મળ્યા હતા. ઈરાન-ઈઝરાયેલ તણાવ અને ક્રૂડ ઓઈલમાં વધારાની એશિયન બજારો પર નકારાત્મક અસર થતી જોવા હતી.

Most Popular

To Top