Entertainment

હીરામંડીની લજ્જો માતા બની, રિચા-અલીના ઘરે દિકરીની કિલકારીઓ ગુંજી

નવી દિલ્હી: અલી ફઝલ અને રિચા ચઢ્ઢાનું ઘર હાલ કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે. રિચા ચઢ્ઢા (Richa Chadha) માતા બની છે. તેણીએ પ્રથમ સંતાનના રૂપે દિકરીને (Daughter) જન્મ આપ્યો છે. બાળકીના જન્મના બે દિવસ પછી રિચા અને અલીએ ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. ત્યારે રિચાનો આખો પરિવાર ખૂબ જ ખુશ છે.

અભિનેત્રી રિચા ચઢ્ઢા હાલમાં જ સંજય લીલા ભંસાલીની વેબ સિરિઝ હીરામંડીમાં જોવા મળી હતી. ત્યારે છેલ્લા કેટલાક સમયથી રિચા પોતાની પ્રેગ્નન્સીને લઈને ખુબ જ ચર્ચામાં હતી. તે જ સમયે હવે રિચાએ પોતાના ઘરે નવા મહેમાનના આગમનના શુભ સમાચાર આપ્યા છે. થોડા સમય પહેલા જ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. હવે કપલે ડિલિવરીની માહિતી પણ શેર કરી છે. આ સમાચારથી માત્ર તેમના ફેન્સ જ નહીં પરંતુ કપલનો આખો પરિવાર ખૂબ જ ખુશ છે.

રિચા અને અલી દિલરીના માતા-પિતા બન્યા
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ પુત્રીના માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ 16 જુલાઈના રોજ બાળકીને જન્મ આપ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, એક સંયુક્ત નિવેદનમાં રિચા ચઢ્ઢા અને અલી ફઝલે સારા સમાચાર આપ્યા અને કહ્યું, “અમને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે 16.07.24ના રોજ અમારા ઘરમાં એક સ્વસ્થ બાળકીનો જન્મ થયો છે! પરિવાર આનંદિત છે અને અમે અમારા શુભેચ્છકોનો તેમના પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર માનીએ છીએ!”

રીચાએ કોમેન્ટ સેક્શન કેમ બંધ કર્યો?
રિચાએ આ પોસ્ટની સાથે બૃહદારણ્યક ઉપનિષદનો એક શ્લોક પણ લખ્યો હતો -‘ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥’ પોસ્ટના અંતમાં તેણે કહ્યું કે તેણીએ આ તસવીરોનો કોમેન્ટ સેક્શન બંધ કરી દીધો છે કારણ કે તેણીએ અત્યાર સુધી સોશિયલ મીડિયા પર કરેલી તમામ પોસ્ટમાંથી આ તેના માટે સૌથી ખાનગી હતી.

રિચા અને અલીની લવ સ્ટોરી
રિચા ચઢ્ઢા અને અલી ફઝલની લવ સ્ટોરી ફિલ્મ ફુકરેના સેટથી શરૂ થઈ હતી. 2012માં શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. આ પછી રિચા અને અલીએ વર્ષો સુધી ડેટિંગ કર્યું અને પછી વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. તેમજ એકબીજાને જીવનસાથી બનાવ્યા હતા.

Most Popular

To Top